પ્લાસ્ટીક ઉદ્યોગ સનરાઈઝીંગ ઉદ્યોગ ગણાય છે. આજના યુગની માનવીની સવારથી રાત સુધીની દરેક જરૂરીયાતમાં પ્લાસ્ટીક અત્યારે અનિવાર્ય ઉદ્યાયોગી થઈ ચુકયું છે. છેલ્લા 20 થી 25 વર્ષમાં પ્લાસ્ટિક ઉદ્યોગ આખા દેશમાં ખૂબ જ મોટી હરણફાળ ભરી છે. જેમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ પાછળ નથી. પ્લાસ્ટિક એક એવું મટીરીયલ્સ છે કે જે અનેક પરંપરાગત મટીરીયલ્સ જેવા કે સ્ટીલ, લોખંડ, કાચ, કાગળ, કાપડ, શણ, એલ્યુમીનીયમ, લાકડુ જેવા અનેક મટીરીયલ્સને રીપ્લેસ કરે છે.
તેમજ નાનામાં નાના શ્રમજીવી વર્ગથી ઉચ્ચ વર્ગ સુધીના દરેક માનવીની સવારથી રાત સુધીની દરેક જરૂરીયાતમાં પ્લાસ્ટિક અત્યારે અનિવાર્ય અને ઉપયોગી થઈ ચુક્યું છે. ટુથબ્રશથી લઈને હૃદયના વાલ્વ સુધી તેમજ રમકડાંથી માંડીને એરક્રાફટ સુધીની યંત્રણામાં પ્લાસ્ટિક આજે વપરાઈ રહ્યું છે.
જેઓ સીધી કે આડકતરી રીકે લાખો માણસોને રોજી રોટી આપે છે. જેવા કે ભાવનગરમાં દોરી-દોરડા, ફીશીંગ ટ્વાઈન, કાપડ, પાટી વિગેરે બનાવતા મોનોફીલામેન્ટ પ્લાન્ટ, રાજકોટમાં મોલ્ડીંગ તથા એન્જિનીયરીંગ મોલ્ડીંગ તેમજ ટ્યુબીંગ અને પાઈપ પ્લાન્ટ, મોરબીમાં ઘડીયાળની ફ્રેમ વગેરેના મોલ્ડીંગ પ્લાન્ટ તથા સુરેન્દ્રનગરમાં એકસ્ટ્રુઝન તથા મોલ્ડીંગ પ્લાન્ટ, ધોરાજી, જુનાગઢ, ગોંડલ, ઉપલેટામાં પ્લાસ્ટિક રી-પ્રોસેસીંગ પ્લાન્ટ તેમજ રાજકોટ, ધોરાજી, જુનાગઢ, ભાવનગરમાં પ્લાસ્ટિક મશીનરી ઉત્પાદકો પણ સારા પ્રકારની પ્લાસ્ટિક મશીનરી બનાવી રહ્યા છે.
આમ જોતા સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ પોતાના સ્વબળે તેમજ આત્મસુઝથી આગળ વધેલો છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી આ ઉદ્યોગ ખૂબ જ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. અને અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ દૂર કરવા માટે દેશ વ્યાપી અનેક પ્લાસ્ટિક સંગઠ્ઠનો ખુબ જ કાર્યરત રહીને પ્રસંશનીય જહેમત ઉઠાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક એકમો માલ એક્ષ્પોર્ટ કરતા હોવાથી લેબોરેટરી માટે સાધનો વસાવતા હોય છે.
પ્લાસ્ટિક ટેસ્ટ માટેના ઈકવીપમેન્ટસ ઈલેકટ્રોનીકસ ટેન્સાઈલ ટેસ્ટીંગ મશીન, એનાલીટીકલ વેઈંગ મશીન, ગ્લૌસ મીટર, મફલ ફરનેસ, એર સરકયુલેટીંગ ઓવન, કેમીકલ ટેસ્ટીંગ ગ્લાસવેર અને કૈમીલ્સ, વીઝીબલ રેન્જ સ્પેકટ્રોમીટર, પ્રોજેકશન માઈક્રોસ્કોપ, મેલ્ટ ફલો ઈડેસર, વિસ્કોમીટર, આઈઝોડ ઈમ્પેકટ ટેસ્ટર, ડ્રોપ ઈમ્પેકટ ટેસ્ટર, સ્પ્રીંગ ફોર્સ ટેસ્ટ જીંગ, ફલેમીબીલીટી ટેસ્ટ સેટ-અપ, ટ્રાન્સમીશન ટેસ્ટર, ઓપેસીટી ટેસ્ટર, ડીજીટલ લોડ ઈન્ડીકેટર વીથ સેન્સર, શોર હાર્ડનેસ ટેસ્ટર, માઈક્રોમીટર, મેઝરીંગ ઈન્સ્ટ્રુમેન્ટ, મેઝરીંગ ગ્રેવીટી એટેચમેન્ટ, ટેન્સાઈ સ્વોસીમેન ડાય ટેસ્ટ જે વસ્તુનાં કરવાના હોય તેને આનુસાંગિક ઈન્સ્ટ્રુમેન્ટની જરૂરીયાત રહેતી હોય છે.
ઉપર જણાવ્યા મુજબનાં ઈન્સ્ટ્રુમેન્ટ જનરલ ટેસ્ટ કરતી ટેસ્ટીંગ લેબમાં જરૂરીયાત રહેતી હોય છે. રાજકોટમાં પ્લાસ્ટિક ઉદ્યોગના જુદા જુદા એકમો સ્થપાયેલા છે. રાજકોટ, મેટોડા, શાપર, વેરાવળ, હડમતાળા, બામણબોર ઉપરાંત મોરબી, પડધરી, ધોરાજી, જેતપર, કુવાડવા, ગોંડલ, જુનાગઢ, ગાંધીધામ, ભુજ, જામનગર, સુરેન્દ્રનગર, વઢવાણ, અમરેલી, મહુવા, ભાવનગર, સિહોર વગેરે સેન્ટરોમાં પ્લાસ્ટિકના ઘણાં એકમો કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.