તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગામડાઓમાં અગાઉ વાતાવરણને શુદ્ધ માનવામાં આવતું હતું પરંતુ છેલ્લા દાયકાથી ખેતીની રાસાયણિક દવાઓને લીધે પ્રદૂષણ વધ્યું છે અને તેને લીધે કેન્સરના દર્દીઓ વધ્યા છે..એવું તારણ ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ડૉ બીના મકવાણાના પીએચડી શોધનિબંધમાં નીકળ્યું છે.
બીનાબેન ના રિપોર્ટ અનુસાર શહેરોમાં ગીચ વસ્તીને લીધે ટીબીના દર્દીઓ વઘ્યા છે. ટીબી અને કેન્સર રોગના જિલ્લાના 640 દર્દીઓ ઉપર અભ્યાસ હાથ ધરીને તેમની હતાશા, આત્મહત્યા અને જીવનસંતોષ અંગે તુલનાત્મક સ્ટડી કરવામાં આવ્યો હતો.તેમણે ડૉ અરવિંદ જી. ડુંગરાણીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી કાર્ય પૂર્ણ કર્યું છે.
જેમના ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે તમામ દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં નિદાન લઇને સારવાર મેળવી રહ્યા છે. તેમાં એવી ભલામણ કરવામાં આવી છે કે વસ્તી ગીચતા અને અસ્વચ્છતા જેવા પરિબળો શહેરોમાં નિયંત્રિત નહીં થાય, તો આગામી દિવસોમાં ટીબીનો ફેલાવો વધી શકે છે.
ઉપરાંત જીવનશૈલી, ખોરાકની અશુદ્ધતા,મોબાઈલ ફોન ટાવર રેડિએશન, ગરીબી, બેકારી જેવા કારણોને પણ જવાબદાર માનવામાં આવ્યા છે.સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે,તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે.સરકાર અથવા સામાજિક સંસ્થાઓ દ્વારા જાગૃતિનું અસરકારક રીતે કામ કરવામાં આવે એવું જણાવવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.