તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બેકાબુ આઇશર ચાલકે વીજ ટ્રાન્સફરમર સાથે ટ્રક અથડાવ્યો

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિતાણા પીજીવીસીઅેલના નાયબ ઇજનેરે અાઇશર ટ્રક ચાલક વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

પાલિતાણા શહેર પેટા વિભાગની કચેરીમા 3 વર્ષથી નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચીરાગભાઇ મનસુખલાલ પરમારે અાઇશર ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમા જણાવાયુ છે કે ગત તા.29/1/2021 નાં રાત્રીના 4 વાગ્યે PGVCLના સ્ટાફના ઇલેકટ્રીક અાસીસટન્ટ સંજયભાઇ હરીભાઇ મેરે ફોન કરી જણાવેલ કે પાલીતાણા અેચડીઅેફસી બેન્કની સામે સુવીધા શોપીંગ સેન્ટર પાસેનું ટ્રાન્સફર્મર સ્ટ્રકચર તથા 11 કે.વી. લાઇનના બે પોલ (થાંભલા) કોઇ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી નુકશાન કરી જતો રહેલ છે.

બાદ તા. 1/2/2021 ના રોજ જુબેરભાઇ મેરૂસભાઇ બાથા ( રહે. પાલીતાણા) વાળા ફરિયાદીની અોફસે અાવેલા અને જાણ કરેલ કે તેમનું અાઇશર વાહન નંબર જી.જે.05.અે.ઝેડ-8263 નું અેચડીઅેફસી બેન્ક પાસે સાઇડના ઇલેકટ્રીક પોલ સાથે ભટકાડેલ છે. તેમ જણાવેલ અને તેમના ડ્રાઇવરે અકસ્માત સર્જી નુકશાન ર્યાનુ જણાવ્યું હતુ.અને કેટલુ નુકશાન થયું છે તેમ જણાવતા નાયબ ઇજનેરે જુદો જુદો મળી કુલ ખર્ચ રૂપીયા 170020 નું થયાનુ જણાવતા જબારભાઇઅે તે રકમ ભરપાઇ કરવા થોડી મુદત માગતા તેઅોને 10 દિવસમા નુકશાન જમા કરાવવા જણાવેલ. બાદમા મુદત ઉપરાંત 10-12 દિવસ નીકળી જતા અાઇશર માલીક સામે અા મામલે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો