તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાની વયમર્યાદા:નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 84 વિષયમાં લેવાશે યુજીસી નેટ પરીક્ષા,આ વર્ષે વયમર્યાદા 31 વર્ષ રહેશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 સવાલ પૂછવામાં આવશે જ્યારે બીજું પેપર 200 માર્કનું રહેશે જેમાં કુલ 100 પ્રશ્ન હશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશમાં કોઈપણ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી માટે ફરજિયાત લાયકાત ગણાતી યુજીસી નેટ પરીક્ષા માટે જુનિયર રીસર્ચ ફેલોશીપની વયમર્યાદા વધારીને 31 વર્ષ કરવામાં આવી છે પરંતુ આ ફેરફાર માત્ર આ જ પરીક્ષા માટે માન્ય ગણાશે તેમ પણ સ્પષ્ટતા કરાઈ છે. નેટ/ જેઆરએફની પરીક્ષા માં પેપર હશે તે સવારે અને સાંજે બે શિફ્ટમાં લેવાશે્ ઉમેદવાર કુલ 84 વિષયમાં નેટની પરીક્ષા આપી શકે છે. યુજીસી નેટની પરીક્ષા આ વર્ષે તારીખ 2થી 7 મે, 10 થી 12 મે, 14 અને 17 મેના રોજ યોજાશે.

આ પરીક્ષામાં પ્રથમ પેપર જનરલ નોલેજ કરંટ અફેર્સ ટીચિંગ અને જનરલ રિસર્ચ એપ્ટિટ્યૂડનું રહેશે જ્યારે બીજું પેપર જે તે સંબંધિત વિષયનું રહેશે. યુજીસી નેટની પરીક્ષાનું પ્રથમ પેપર 100 માર્કનું રહેશે જેમાં 50 સવાલ પૂછવામાં આવશે. જ્યારે બીજું પેપર 200 માર્કનું રહેશે જેમાં કુલ 100 પ્રશ્ન હશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ nta.nic.in પર પરીક્ષા સંબંધી તમામ માહિતી મળશે.

યુજીસી નેટ કસોટી માટે નોંધણીની પ્રક્રિયા ગત તારીખ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે અને આગામી 2 માર્ચ સુધી તેમાં અરજી કરી શકાશે. જ્યારે ફી જમા કરાવવાની અંતિમ તારીખ 3 માર્ચ છે આ કસોટી કોમ્પ્યુટર બેઝીક મોડમાં યોજાશે. આ રીતે આ વર્ષે જુનીયર રીસર્ચ ફેલોશીપની પરીક્ષા માટે વય મર્યાદા વધારીને 31 વર્ષ કરવામાં આવી છે. જયારે યુજીસી નેટ ની પરીક્ષા માટે કોઇ વય મર્યાદા હોતી નથી.આ બન્ને પરીક્ષા માટે સંપૂર્ણ માહીતી નેશનલ ટેસ્ટીંગ એજન્સીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો