તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ:મેયર માટે મારા અને સ્ટેન્ડીંગ ચેરમેન પદ માટે સારાની પસંદગીની ખેંચતાણ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંગઠન, ધારાસભ્યો અને મુખ્યમંત્રીનું જુથ પણ સક્રિય બન્યું, સંકલન બાદ પણ પેનલોને સાઈડ લાઈન કરી
  • આજ ફેંસલા હો જાયેંગા મેયર, ડે.મેયરની ચૂંટણી અને ચેરમેન, નેતા, દંડકની વરણી થશે

ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત હોવાથી આવતીકાલે તા.10ને સવારે 11 કલાકે પ્રથમ યોજાનાર બેઠકમાં મેયર, ડે.મેયરની ચુંટણી અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોની નિમણૂંક કરાશે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન માટે પાર્લામેન્ટરીમાં સંકલન બાદ પણ ભારે ખેંચતાણ શરૂ રહેતા સારાને પડતા મુકી મારા પર પસંદગી ઉતારવામાં આવી રહી છે.

ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટે ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરીમાં સંકલન યોજાઇ ગઈ. પાર્લામેન્ટરીમાં જ્ઞાતિના સમીકરણ પ્રમાણે પેનલમાં નામ મુકાઈ ગયા બાદ પણ શહેર સંગઠન, બંને ધારાસભ્યો અને સાંસદ વચ્ચેની મારા અને સારાની ખેંચતાણ ચાલી રહી છે. આગામી ધારાસભાની ચૂંટણીને લઇ સંગઠન દ્વારા સક્ષમ અને સારા વ્યક્તિને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિયુક્તિ માટે આગ્રહ રાખવામાં આવ્યો છે જ્યારે ધારાસભ્યો દ્વારા પોતાના માનીતાને હોદ્દો આપવા રજૂઆતોનો મારો ચલાવે છે. પરંતુ બીજી તરફ મુખ્યમંત્રીના જુથ દ્વારા પણ પોતાની ભલામણ માટે હઠે ચડ્યા છે.

આવી ખેંચતાણમાં આવતીકાલે તા.10 ને સવારે પ્રદેશમાંથી નામનું કવર સંગઠનમાં ખુલશે. જેમાં વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે સારા કરતાં માર‍ાનું વજન વધુ પડી રહ્યું છે. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સારી પ્રતિભા ધરાવતા અને તંત્રને કાબૂમાં રાખી સક્ષમ હોય તેવાની પસંદગી પર તમામ સહમત પણ થયા છે.જ્ઞાતિના સમીકરણો મુજબ અન્ય મહાનગરપાલિકામાં ઉચ્ચ હોદ્દા પર જે જ્ઞાતિના નગરસેવકની પસંદગી થશે તેને ધ્યાનમાં રાખી ભાવનગર કોર્પોરેશનમાં પણ મેયર, ચેરમેન સહિતના હોદ્દા નક્કી કરાશે.

કૌન બનેગા મેયર ? છેલ્લી ઘડી સુધી ખેંચતાણ.
મેયર પદ માટે મુખ્યમંત્રીના વર્તુળોમાંથી વર્ષાબા પરમારના નામનો આગ્રહ છે પણ સ્થાનિક ધારાસભ્યો સાંસદનો તેમાં વિરોધ છે. વિભાવરીબેન દવે, યોગીતાબેન ત્રિવેદીની અથવા ઉષાબેન બધેકાની તો જીતુ વાઘાણી દ્વારા કિર્તીબેન દાણીધારીયા, ભારતીબેન શિયાળ દ્વારા મોનાબેન પારેખના જ્યારે સંગઠન દ્વારા ભારતીબેન બારૈયાના નામનો આગ્રહ હોવાનું જાણવા મળેલ છે.

ચેરમેન પદ બ્રહ્મ કે વણિક સમાજને ફાળે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વિભાવરીબેન દવે, કુલદીપ પંડયા અથવા કુમાર શાહનો જીતુ વાઘાણી દામુ પંડયા અથવા પરેશ પંડયા કે ઉપેન્દ્રસિંહ ચુડાસમા અથવા ભાવેશ મોદીનો આગ્રહ રાખી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મનસુખ માંડવીયા દ્વારા ધીરૂભાઈ ધામેલીયાનું નામ આગળ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...