તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:કોરોના કાળમાં ઘરે કે હોલની બદલે હોટલ રેસ્ટોરન્ટમાં ભોજન સમારંભ યોજવાનો ટ્રેન્ડ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારની પાંબધી : લગ્નમાં 100 લોકોને જ આમંત્રણ આપવાનુ હોવાથી

કોરોનાના કારણે લગ્નમાં 100 લોકોને જ આમંત્રણ હોવાથી લગ્ન પ્રસંગ રાખનારા ઘરે કે હોલમાં ભોજન સમારંભ કરવાના બદલે હોટલ- રેસ્ટોરન્ટમાં ભોજન સમારંભ રાખી રહ્યાં છે. જેથી વધુ મહેમાનો થઇ ગયા હોય તો પણ વાંધો આવતો નથી. જેથી લગ્નપ્રસંગોમાં હાલમાં આ ટ્રેન્ડ ચાલુ થઇ ગયો છે. હાલ કોરોનાના સમયમાં લગ્નનું આયોજન કરવું લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે.ભાવનગરમાં ધામધુમથી થતાં લગ્ન હાલ તો ભુતકાળ બની ગયા છે પરંતુ સોસાયટી કે હોલમાં થતાં લગ્નમાં પણ 100 લોકોની મર્યાદા આવી જતા લોકો મુંઝવણમાં મુકાયા છે. પણ વર પક્ષ અને કન્યા પક્ષ વાળા લોકોએ તે સમસ્યાનો હલ પણ કાઢી લીધો છે.

લગ્નપ્રસંગવાળા ઘરોને કોવિડ ગાઇડલાઇનના પાલનની જવાબદારી ઓછી કરવા. હાલમાં કેટલાક લગ્નપ્રસંગો ઘર આંગણે કે હોલમાં થઇ રહ્યા છે. પણ ભોજન સમારંભ સ્થળ પર રાખવાને બદલે હોટલ રેસ્ટોરન્ટમાં રાખવામાં આવી રહ્યા છે.આવી વ્યવસ્થા કરનારા પરિવાર કહે છે કે, ઘરે જમણવાર રાખવામા આવે તો એક સાથે લોકો ભેગા થઈ જાય તો સોશ્યલ ડિસ્ટન્સનો સવાલ આવે છે અને વધુ લોકો ભેગા થાય તો પોલીસ અને પાલિકાની શિક્ષાત્મક કામગીરીનો પણ પ્રશ્ન રહે છે. આ આ વ્યવસ્થામાં 100 સંખ્યામાં પ્રસંગનો પ્રશ્ન રહેતો નથી. હોટલ-રેસ્ટોરામાં મર્યાદીત બેઠકમાં ભોજન કરાવાય છે. કેટલીક હોટલોના ખૂલ્લા પ્લોટ પણ હોય છે તેથી વધુ સરળતા રહે છે. બીજી તરફ લગ્નપ્રસંગવાળા ઘરોને કોવિડ ગાઇડલાઇનના પાલનની જવાબદારી ઓછી થઇ જાય છે.

ડીજીટલ કંકોતરીમાં યુ ટયુબની લિંક અપાઇ છે
લગ્ન માટે સંખ્યા નિર્ધારિત હોવાથી લગ્નમાં એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. હવે લગ્નનું પણ લાઇવ પ્રસારણ થઇ રહ્યુ છે. લગ્નમાં 50થી ઓછા લોકોની હાજરી આપે અને લગ્નનું યુ ટયુબ પ્રસારિત કરવામાં આવે એવો ટ્રેન્ડ શરૂ થયો છે. ડીજીટલ કંકોતરીમાં યુ ટયુબની લિંક પણ આપવામાં આવે છે. 100 વ્યક્તિમાં કોને કહેવુ અને કોને ના પાડવી એ મોટુ ધરમસંકટ હોય ઘણા લોકો આ નવી રીત પ્રમાણે લગ્નવિધિ કરવાના મૂડમાં છે.

લગ્નનું લાઇવ પ્રસારણ કરીને તમામને ઓનલાઇન હાજરી આપવાની રીત
કોરોનાનાં કારણે દરેક તહેવાર-ઉત્સવોની ઉજવણી ફિક્કી થઇ ગઇ છે. તહેવારો સાથે પ્રસંગો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. જેમાં જીવનનો સૌથી મહત્વનો અને યાદગાર ગણાતો લગ્ન પ્રસંગ પણ અટવાઇ ગયો છે. 100 વ્યક્તિની મર્યાદાને પગલે કેટલાક લગ્નનું લાઇવ પ્રસારણ કરીને તમામને ઓનલાઇન હાજરી આપવાની રીત અપનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો