કામગીરી:સૌરાષ્ટ્ર સમાચારની ડ્રોની પારદર્શીતા સરાહનીય છે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વાર્ષિક ગ્રાહકોનો ઈનામી ડ્રો યોજાશે
  • જ્યુરી​​​​​​​ પેનલના ડે.મેયર કુમાર શાહ, કિરીટ પંડયા, મેહબુબ બેલીમે કુપનો ચકાસી સીલ કરી

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના 29માં વાર્ષિક ઈનામી ડ્રો સમારોહ પૂર્વે જ્યુરી પેનલની એક બેઠક આજે મળી હતી. જેમાં જ્યુરી પેનલના સભ્યોએ ઈનામી ડ્રો અંગે સૌરાષ્ટ્ર સમાચારની પારદર્શીતાને બીરદાવી હતી. જયુરી પેનલના સભ્યો ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, રામવાડીના પ્રમુખ અને બ્રહ્મસમાજના અગ્રણી કીરીટભાઈ પંડયા અને અખબારી વિતરક મેહબુબભાઈ બેલીમે તમામ કુપનોની રેન્ડમ ચકાસણી કરી હતી.

જ્યુરી પેનલના સભ્યોની હાજરીમાં જ તમામ કુપનોને એક બેગમાં મુકી, સીલ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સમાચારના 45,750 ગ્રાહકોને ઈનામી ડ્રો દ્વારા 4700થી વધુ ઈનામો આપવામાં આવશે. રવિવારે કોરોનાની મર્યાદાને કારણે નિમંત્રીતોની હાજરીમાં આ ડ્રો કરવામાં આવશે જેનું વિગતવાર પરિણામ અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યુરી પેનલની આ બેઠકમાં કોટીલ્ય ત્રિવેદી, રઘુભા ગોહિલ વગેરે પણ હાજર રહ્યા હતા. ડ્રોની સમગ્ર કાર્યવાહીની વિગત સરક્યુલેશન મેનેજર કમલેશ રાવળે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...