ફેરફાર:ભાવનગરથી સુરેન્દ્રનગર જતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચથી દસ મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો
  • ભાવનગર ડિવિઝનનું નવું ટાઇમ ટેબલ અમલમાં આવ્યું મહુવા-બાન્દ્રા અને મહુવા-સુરતનો સમય પણ બદલાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર રેલવે ડિવિઝન પર નવું ટાઇમ ટેબલ ગત 01 ઓક્ટોબર, 2021 થી અમલમાં આવી ગયું છે. આથી મુસાફરોને રેલવે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે આ નવા ટાઈમ ટેબલને ધ્યાનમાં રાખીને તેમની યાત્રા શરૂ કરો જેથી પ્રવાસ દરમિયાન કોઈ અસુવિધા ન થાય. નવા ટાઇમ ટેબલ મુજબ, જે ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 01463/65 સોમનાથ-જબલપુર, સોમનાથથી વર્તમાન સમય 09.55 વાગ્યે ને બદલે 09.50 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 09289/09293 મહુવા – બાંદ્રા, મહુવાથી વર્તમાન સમય સાંજે 7.20 વાગ્યેને બદલે સાંજે 7.15 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 09250 મહુવા – સુરત, વર્તમાન સમય સાંજે 7.35ને બદલે 7.30 વાગ્યે મહુવાથી ઉપડશે. ટ્રેન નંબર 19107 ભાવનગર-ઉધમપુર, ભાવનગરથી વર્તમાન સમય 04.45 વાગ્યેને બદલે 04.35 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 09528 ભાવનગર - સુરેન્દ્રનગર, ભાવનગરથી વર્તમાન સમય 05.00 વાગ્યે ને બદલે 04.55 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 09260 ભાવનગર - કોચુવેલી, ભાવનગરથી વર્તમાન સમય 10.05 વાગ્યેને બદલે 10.10 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 09241 ભાવનગર-આસનસોલ, ભાવનગરથી 5.35 વાગ્યે ને બદલે 5.45 વાગ્યે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...