અકસ્માત:એસટી બસે અડફેટે લેતા સિહોરના વૃદ્ધાનું કરૂણ મોત

ભાવનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લૌકિક કામ માટે ભાવનગર આવ્યા હતા, પરત ફરતી વખતે નડ્યો અકસ્માત, વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

સિહોરથી લૌકિક કામ માટે ભાવનગર આવેલા એક કુટુંબના સભ્યો લૌકિક કામ પતાવી સિહોર પરત થઈ રહ્યા હતા તે વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે એસટી બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સિહોરના 60 વર્ષિય વૃદ્ધાનું મોત થયું હતું જ્યારે અન્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સિહોર ખાતે રહેતા રામજીભાઈ છગનભાઈ ડાભીએ વરતેજ પોલીસ મથકમાં જીજે-18-ઝેડ-5409 નંબરની પાલિતાણા લખેલી એસટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે તેઓ તેમના પત્નિ અને કુંટુંબના અન્ય સભ્યો રિક્ષામાં સિહોરથી ભાવનગર લૌકિક કામ માટે આવ્યા હતા

અને સિહોર પરત ફરતી વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે ઉક્ત એસટી બસના ચાલકે તેમની રિક્ષાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા તેમના પત્નિ વસંતબેનને માથાના ભાગે જ્યારે રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજા થઈ હતી જેમને ઈમર્જન્સી 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના પત્નિ વસંતબેન રામજીભાઈ ડાભી (ઉ.વ. 60)નું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...