તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાનદારો બેફામ:માસ્કનો દંડ વસુલતા વેપારીએ કોર્પો.ની ટીમને ગાળો ભાંડી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના જમાદાર શેરીમાં દુકાનમાં માસ્ક વગરના જણાતા ટીમે દંડ માગતા દુકાનદારો બેફામ થયા
  • પોલીસમાં મામલો જતા વેપારીએ દંડ ભર્યો

ભાવનગર કોર્પોરેશનની માસ્ક ડ્રાઇવ ટીમે અાજે શહેરના જમાદાર શેરીમાં એક દુકાનમાં માસ્ક વગરના લોકો પાસેથી દંડની વસૂલાત કરતા દુકાનદારે હોબાળો મચાવ્યો હતો અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગાળાગાળી કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પરંતુ અંતે દુકાનદારે માફી માગી દંડની રકમ ભરપાઈ કરી હતી.

શહેરની જમાદાર શેરીમાં માસ્ક ડ્રાઇવ ટીમના ચેકિંગ દરમિયાન પટેલ પાન અને તેની બાજુની વાસણની દુકાનમાં માસક વગરના ત્રણ લોકો જણાતા દુકાનદાર પાસેથી દંડની માગણી કરી હતી. પરંતુ અશોક પટેલ નામના દુકાનદાર અને કોર્પોરેશનની માસ્ક ડ્રાઇવ ટીમ વચ્ચે રકઝક થતા દુકાનદારે ઉસ્કેરાઈ જઈ અધિકારીઓને ગાળો ભાંડતા વાતાવરણ તંગ બની ગયું હતું. આસપાસના દુકાનદારો અને લોકોના ટોળા જામી ગયા હતા.

વેપારીઓ અને માસ્ક ડ્રાઇવ ટીમ વચ્ચે ગરમાગરમી થતા ફરજમાં રૂકાવટ સંદર્ભે કોર્પોરેશનના કર્મચારીઓ પોલીસ ફરિયાદ નોંધાવા જતા જ વેપારી અગ્રણીઓની દરમિયાનગીરીથી અને દુકાનદારે માફી માંગી દંડ ભરપાઈ કરતા મામલો થાળે પડ્યો હતો. વેપારી દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓએ લાફા માર્યાના અાક્ષેપ કર્યા હતા. જ્યારે સામાપક્ષે વેપારી દ્વારા જાહેરમાં અધિકારીઓને બેફામ ગાળો આપી હતી. જાણવા મળ્યા મુજબ વેપારી નાયબ મામલતદાર કક્ષાના અધિકારીના પિતા છે. માસ્કડ્રાઇવના હોબાળાને લઇ શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...