તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીપીઓ અધિકારીની નિમણૂક:ટી.પી.સ્કીમમાં બાંધકામની મંજુરી અંગે લોકોને પડતી મુશ્કેલી દૂર થશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીપીઓ સુમરા પાસેથી અડધા શહેરનો ચાર્જ પરત લઈ વધુ એક ટીપીઓ તરીકે રાજેસરાની નિમણૂંક

ભાવનગરમાં મંજુર કરાયેલ ટી.પી.સ્કીમમાં ટીપીઓ દ્વારા અભિપ્રાય ન આપતા લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે ધારાસભ્ય અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજઆત કરાયા બાદ ટી.પી.ઓ અધિકારી સુમરાની સાથે આજે વધુ એક ટીપીઓ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે.

આ અંગેની વિગતો આપતા ધારાસભ્ય વાઘાણીએ જણાવ્યુ હતુ કે ભાવનગર શહેરની મંજુર થયેલ ડ્રાફ્ટ ટીપી સ્કીમોમાં ટીપીઓ દ્વારા અભિપ્રાય ન આપતા નાના લોકોને બાંધકામની મંજુરીમાં મુશ્કેલી પડતી હતી. ઘણા લોકોને લોન પાસ થઈ હોય પણ પ્લાન મંજુર નહી થતા મુશ્કેલીમાં મુકાતી હતા આ અંગે મુખ્યમંત્રી ઉપરાંત અગ્ર સચિવ મુકેશપુરીને પણ રજુઆત કરાતા તાત્કાલીક વધારાના ટી.પી.ઓ તરીકે રાજેસરાની નિમણૂંક કરવામાં આવેલ છે. જે ચિત્રા સહિતના અડધા શહેર અંગેની કાર્યવાહી કરશે અને બાકીની કામગીરી ટીપીઓ સુમરા કરશે. આથી નાના અને મધ્યમવર્ગના લોકોને બાંધકામની મંજુરી માટે પડતી મુશ્કેલી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...