નિર્ણય:ગળો વાવેતરનું અભિયાન વનવિભાગ દ્વારા હાથ ધરાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેતર વધારાશે
  • કોરોના,તાવ, ડાયાબિટીસ સહિતમાં ઉપયોગીતા હોવાથી આ અંગેનું વાવેતર વધારવા આહવાન

કાલથી સમગ્ર ચોમાસા દરમિયાન પર્યાવરણ દિવસ નિમિત્તે વનવિભાગ દ્વારા ગળોનું વાવેતર કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર શહેર જિલ્લામાં કોરોનામાં ઉપયોગી નીવડેલ ગળો કે જેને હિન્દીમાં ગીલોઈ કહેવામાં આવે છે તે અમૃતાનું વધુ વાવેતર થાય તેના માટે ઝુંબેશ શરૂ કરી છે.

એ સી એફ વિજય રાઠોડે જણાવ્યું કેતાજેતરમાં જ વાવાઝોડામાં આપણે ઓક્સિજનનો ભંડાર અને બહુમૂલ્ય એવી અનેક ઔષધિય વનસ્પતિઓ ગુમાવી છે તો આપણે સૌ સાથે મળીને આ પખવાડિયામાં શક્ય એટલી વનસ્પતિઓનું વાવેતર વધારીએ.ગળો એક વેલ થાય છે એટલે જગ્યા રોકતી નથી કે વધુ માવજત પણ માંગતી નથી. ફક્ત એને ઝાડનો કે ફેન્સિંગનો સપોર્ટ આપવો પડે છે. કુંડામાં પણ આસાનીથી ઊગી શકે છે એનું મુખ્ય વાવેતર એની ડાળ એટલે કે સ્ટેમ કટિંગમાંથી થાય છે એ સિવાય એનાં બીજમાંથી પણ એ ઊગી શકે છે.

ગળો રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે વાત પિત્ત કફ એમ ત્રણેય દોષોનું શમન કરે છે, રસાયન છે, તાવની અકસીર ઔષધિ છે, ડાયાબિટીસમાં ઉપયોગી છે, લોહીનો બગાડ દૂર કરે છે, બુદ્ધિ વધારનાર છે

અન્ય સમાચારો પણ છે...