તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવ:ભાવનગરમાં રામદેવપીરના સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો પ્રારંભ, પ્રથમ દિવસે વાજતે-ગાજતે નેજાયાત્રા કાઢવામાં આવી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢોલ નગારા અને ડીજે સાથે રામદેપીરના મંદિર ખાતેથી ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવી હતી
  • આ ત્રણ દિવસના ઉત્સવમાં અનેક કાર્યક્રમો યોજાશે

દર વર્ષની માફક ભાદરવા સુદ દશમની રણુજાના રાજા રામદેવપીરનાં સાડા ત્રણ દિવસના ઉત્સવનો સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ભાવનગર જિલ્લાભરમાં આજે બુધવારથી પ્રારંભ થયો છે. આજે સવારે વિવિધ સ્થળોએ નેજાયાત્રાઓ કાઢીને રામાપીરનાં ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મેયરે યાત્રાનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુંશહેરનાં સરદારનગર કુંભારવાડા નારીરોડ, ખેડૂતવાસ, ચિત્રા, કરચલીયા પરા સહિતનાં વિસ્તારોમાં આવેલા રામદેવપીરનાં મંદિરે આજથી સાડા ત્રણ દિવસના ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં ભાવિકો દ્વારા રામાપીરનાં નેજા સાથે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી અને મંદિરે રામાપીરને નેજા ચડાવવામાં આવ્યાં હતા. મેયર કિર્તીબેન દ્વારા નેજા યાત્રાનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.

ભાવનગર શહેરમાં ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ સાથે જ ભાદરવી દશમ નિમિત્તે રામદેવપીર બાપાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. ભાદરવી દશમના દિવસે ભગવાન રામદેવપીરનો જન્મદિવસની ભાવનગર શહેરમાં ભક્તિભાવ સાથે સાડા ત્રણ દિવસનો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરના કુંભારવાડા, કારચલિયા પરા, આનંદનગર, ચિત્રા, ફુલસર, અધેવાડા, સુભાષ નગર સહિતના વિસ્તારોમાં રામદેવપીરના મંદિર ખાતે સાડા ત્રણ દિવસ માટે ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ત્રીજા દિવસે મહાઆરતી મહાપ્રસાદ અને છેલ્લા દિવસે જ્યોત વિસર્જન કાર્યક્રમનું આયોજનરામદેવપીરના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવે છે. આજે રામદેવપીરના જન્મોત્સવના પ્રારંભ સાથે જ ઢોલ નગારા અને ડીજે સાથે કુંભારવાડા નારી રોડ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રામદેપીરબાપાના મંદિર ખાતેથી ભવ્ય નેજા યાત્રા કાઢવામાં આવી હતી. આ નેજા યાત્રામાં રામદેવપીર મંડળના સભ્યો, સ્થાનિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે નેજા યાત્રા બાદ બીજા દિવસે રામદેવપીરનું આખ્યાન અને ડેગ દર્શન તેમજ ત્રીજા દિવસે મહાઆરતી મહાપ્રસાદ અને છેલ્લા દિવસે જ્યોત વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉત્સવની ઉજવણી કરાશેછેલ્લા 20 વર્ષથી પરંપરગત રીતે રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર ખાતે યોજાતા રામદેવપીરના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં તમામ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, બે વર્ષની કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા આ વર્ષે મંજૂરી આપવામાં આવતા ગાઈડલાઈન અનુસાર શહેરમાં અનેક વિસ્તારોમાં રામદેવપીરના ઉત્સવોના આયોજન કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...