ધરપકડ:નોકરી કરતો હતો ત્યાં જ ચોરી કરનારો ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
  • કંપનીમાં જ નોકરી કરતો મજુર કાસ્ટિંગ સેલ ચોરી ભાગી રહ્યો હતો, પતરું તુટતા નિચે પટકાયો

સિહોરના ઘાંઘળી રોડ પર આવેલી કંપનીમાં કામ કરતો મજુર સિમેન્ટના પતરા પરથી નીચે પટકાતા ઈજા પહોંચી હતી જેને સિહોર સરકારી દવાખાને ખસેડાયો હતો. મોડી રાત્રે આ મજુર કંપીનમાંથી કાસ્ટિંગ સેલ ચોરીને સિમેન્ટના પતરાં પરથી જતો હતો ત્યારે પતરું તુટ્યું હતું અને તે નીચે પડ્યો હોવાનું સામે આવતા સિહોર પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.

સિહોરના ઘાંઘળી રોડ પર આવેલી હાઈટેક કંપનીમાં મજુરી કામ કરતો જુબેર સાબીરભાઈ પઢિયાર (રહે. સિહોર) ગત તા. 4/7ના રોજ કંપનીના શેડના સિમન્ટના પતરાં પરથી નીચે પટકાતા ઈજા પહોંચતા સારવાર માટે તેને સિહોર સરકારી દવાખાને ખસેડ્યો હતો.

જે બાદ કંપનીના કર્મચારી વિજયભાઈએ જણાવ્યું કે, જુબેર પઢિયાર કંપનીના શેડમાંથી 2 કાસ્ટિંગ સેલ ચોરીને પતરા પરથી જઈ રહ્યો હતો ત્યારે સિમેન્ટનું પતરું તુટી જતાં નીચે પડ્યો હતો. જે પછી કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી કરવાનું ફલિત થતાં હાઈટેક કંપનીના સિક્યોરિંટી ઓફિસર આશિષકુમાર દિનકરરાય રસાણીયા (રહે. ભાવનગર)એ સિહોર પોલીસ મથકમાં જુબેર સાબીરભાઈ પઢિયાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...