ધરપકડ:શહેરના જુદા-જુદા 45 સ્થળોએ ચોરી કરનારો શખ્સ ઝડપાયો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોની દુકાનો-ઓફિસોને નિશાન બનાવી તેમાંથી રોકડ સહિતની વસ્તુઓની ચોરી કરનારો ચોર આખરે પોલીસના પંજામાં આવી ગયો છે. જોકે તેની પોલીસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. શહેરના જુદાં-જુદાં વિસ્તારોની 45 દુકાનો તથા ઓફિસોમાંથી ચોરી કરનારો ચોર અંતે પોલીસના શિકંજામાં આવી ગયો છે.

મળતી વિગતો પ્રમાણે શહેરના તળાજા રોડ, ઘોઘા રોડ તથા નવાપરા વિસ્તારની અલગ-અલગ 45 જેટલી દુકાનોને તથા ઓફિસોને નિશાન બનાવી તેમાંથી રોકડ તથા મોબાઈલ અને કિમતી વસ્તુની ચોરી કરનારો શખ્સ પોલીસના શિકંજામાં આવી ગયો છે. પોલીસ ખાનગી રાહે તેની પુછપરછ કરી રહી છે. જોકે ચોરીનો આ આરોપી ઝડપાઈ ગયો છે તેની પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ જો આ ચોર ઝડપાઈ ગયો તો શહેરમાં થયેલી 45 ચોરીઓનો એકસાથે ભેદ ઉકેલાશે.

અન્ય સમાચારો પણ છે...