ચોરી:તળાજા રોડ પરની મીઠાઈની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેરી ફાર્મમાં રાત્રીએ ચોર છાપરું તોડી દુકાનમાં ઘુસ્યો હતો
  • રાત્રીના 3 થી 3.35 વચ્ચે દુકાનમાં ખાખાખોળા કરી, રોકડા રૂ. 60 હજાર, 1 મોબાઈલ ચોર્યો, ફરિયાદ નોંધાઈ નથી

તળાજા રોડ પર આવેલી પંડ્યા ડેરી ફાર્મ નામની દુકાનમાં ગત રાત્રીના એક ચોરે દુકાનનું છાપરું તોડી દુકાનમાં ઘુસી રૂ. 60 હજાર રોકડા અને દુકાનમાં રાખેલો એક મોબાઈલ ચોરી કર્યો હતો. બનાવની જાણ થતાં ભરતનગર પોલીસ ઘટના સ્થળે ગઈ હતી પરંતુ મોડી રાત સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

શહેરના તળાજા રોડ પર કામિનીયાનગરની સાઈડમાં આવેલી ભરતભાઈ પંડ્યાની માલિકીની પંડ્યા મીઠાઈ અને ડેરી ફાર્મ નામની દુકાનમાં ગત રાત્રીના 10 વાગ્યાથી સવારના 6.15 વાગ્યા વચ્ચેના સમય દરમિયાન દુકાનના ગલ્લામાં રાખેલા રૂ. 60,000 રોકડા તથા દુકાનનો મોબાઈલ ચોરી થયો હતો.

દુકાન માલિકને ચોપી થયાંની માલુમ થતાં પ્રથમ પોલીસને જાણ કર્યાં બાદ દુકાનના સીસીટીવી ફુટેજ તપાસતા ફુટેજમાં રાત્રીના 3 થી 3.35 વચ્ચેના એક શખ્સ દુકાનનું પતરૂ અને પાર્ટીશન તોડી દુકાનમાં પ્રવેશી 35 મીનીટ દુકાનમાં ખાખાખોળા કર્યાં બાદ દુકાનના ગલ્લામાંથી રૂ. 60,000 રોકડા અને 1 મોબાઈલની ચોરી કરી નિકળી ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ભરતનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ મામલે મોડી રાત સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...