તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:આગામી સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રીને વટી જશે

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતુ પણ આગામી દિવસોમાં શહેરમાં હિટ વેવથી તાપમાન 40 ડિગ્રીને વટી જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા(સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે જેમાં સમયસરની સારવાર ન લેવામાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. તેમ મ્યુ. આરોગ્ય અધિકારી ડો.આર.કે.સિંહાએ જણાવ્યું છે.

ગરમીમાં આટલી બાબતો અચૂક યાદ રાખો
શક્ય હોય ત્યાં સુધી સખત તડકામાં નિકળવાનું ટાળવું
ઝાડનો છાંયો, બિલ્ડિંગની ઓથ, જેવી છાંયોની જગ્યાએ ચાલવું
માથા ઉપર ટોપી, પાઘડી, ગમછો, હેટ, કેપ વિ. પહેરવી
શરીરમાં ડિ-હાઇડ્રેશન ન થાય તે માટે વારંવાર પાણી પીવું
ગોળનું પાણી, લીંબુ પાણી, વરિયાળી, ગુલાબ વિ. શરબતમાં મીઠું નાખીને સેવન કરવું, સાકર ટેટી, તરબુચ, કાકડી વિ.નું સેવન કરવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો