તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મે મહિનામાં પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રીથી વધ્યું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાં ભેજનું પ્રમાણ 30 ટકા નોંધાયું
  • શહેરમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી, લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 29.6 ડિગ્રી

ઉનાળાના કાળઝાળ ગરમીના મુખ્ય ગણાતા મે માસમાં 8 દિવસે પ્રથમ વખત ગરમીનો આંક 40 ડિગ્રીને વટાવીને 40.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. જ્યારે રાત્રે પણ ઉષ્ણતામાન 29.6 ડિગ્રીને આંબી જતા આખી રાત બફારાનો અનુભવ થયો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 39.74 ડિગ્રી નોંધાયું હતુ તે આજે વધીને 40.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે એક જ દિવસમાં 2 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી આખી રાત નગરજનોએ બફારાનો અનુભવ થયો હતો. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 25 ટકા નોંધાયું હતુ તે આજે વધીને 30 ટકા થઇ જતાં બપોરે પણ ગરમી સાથે અકળામણ પણ વધી હતી. પવનની ઝડપ ગઇ કાલે 20 કિલોમીટર નોંધાઇ હતી તે આજે ઘટીને 14 કિલોમીટર થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...