તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થીંજવતી ઠંડી:ડિસેમ્બરમાં 2018 બાદ પ્રથમ વખત તાપમાન 10.9 ડીગ્રીએ પહોંચી ગયું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સમગ્ર દિવસ લોકોએ ઠંડીથી બચવા ટોપી, સ્વેટરનો સહારો લેવો પડ્યો - Divya Bhaskar
સમગ્ર દિવસ લોકોએ ઠંડીથી બચવા ટોપી, સ્વેટરનો સહારો લેવો પડ્યો
 • 10.9 ડિગ્રીએ આ સિઝનની સૌથી વધુ ઠંડીથી ભાવેણાવાસીઓ ઠુંઠવાયા
 • 14 કિલોમીટરની ઝડપે હીમ પવન ફૂંકાતા હાડ ગાળતી ટાઢથી જનજીવન પ્રભાવિત

ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલ્વાડ તીવ્ર શીતપ્રકોપમાં સપડાઇ ગયું છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધુ ઘટીને 10.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતાં આ સિઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓએ કર્યો હતો. સાથે 14 કિલોમીટરની ઝડપે હીમ પવન ફૂંકાતા આજે વહેલી સવારે અને મોડી સાંજથી રીતસરના ઠંડીથી રીતસરના ઠુંઠવાયા હતા. હજી બે દિવસ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં ચાર વર્ષમાં 2018માં 10.6 ડિગ્રી પારો થયા બાદ આ વર્ષે પારો 10.9 ડિગ્રીએ આવી ગયો છે.

શહેરમાં ઠંડા પવનોની અસર રવિવારે મોડી રાતથી જ શરૂ થઈ ગઈ હતી. ગઇ કાલે પણ મોડી રાતે વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું. જ્યારે સવારથી 14 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોએ ઠંડીનું જોર વધાર્યું હતું, જેના કારણે વહેલી સવારે નોકરી પર જતા લોકો ઠંડીથી ધ્રુજ્યા હતા. જ્યારે સમગ્ર દિવસ લોકોએ ઠંડીથી બચવા ટોપી, સ્વેટરનો સહારો લેવો પડ્યો હતો. ભાવનગર શહેરમાં ઠંડા અને સૂકા પવનોના પગલે ભેજનું પ્રમાણ ઘટીને 39 ટકા રહ્યું હતુ. હજી 48 કલાક શીતલહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

ચાર વર્ષમાં ડિસેમ્બરના સર્વાધિક ઠંડા દિવસ
વર્ષ તારીખ લઘુત્તમ તાપમાન

2018 20 ડિસેમ્બર 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ
2020 29 ડિસેમ્બર 10.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
2019 30 ડિસેમ્બર 12.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
2017 24 ડિસેમ્બર 12.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

આજથી પવનની ઝડપ ઘટવાની આગાહી
ભાવનગર શહેરમાં આવતી કાલ બુધવારથી ઠંડા પવનની ઝડપ ઘટવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસથી 14 કિલોમીટરની ઝડપે ટાઢાબોળ પવન ફૂંકાતા નગરજનો હાડ ગાળતી ઠંડી અનુભવી રહ્યાં છે. તેમાં બુધવારથી ઠંડીમાં થોડી રાહતનો અનુભવ થશે. અમદાવાદમાં હજુ બે દિવસો સુધી ઠંડીનો પારો 8થી 10 ડિગ્રીની વચ્ચે રહેશે. 31 ડિસેમ્બરથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો