તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં મહા માસના આરંભે જ તાપમાન 33 ડિગ્રીને આંબવા આવ્યું

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં બપોરે તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો, લઘુત્તમ ઉષ્ણતામાનને પણ વધીને 16.6 ડિગ્રી થયું

ભાવનગર શહેરમાં આજથી મહા માસનો આરંભ થયો છે અને માઘ માસના નવરાત્રિના આરંભે જ શહેરમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી જતા બપોરે રહેણાંક, દુકાનો, કચેરીઓ વિ.માં પંખા કે એ.સી. ફરતા શરૂ થઇ ગયા છે. રાત્રે પણ લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 2.5 ડિગ્રી વધીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી જતા જાણે ઉનાળાના આરંભનો અણસાર આપતી ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓને આજે થયો હતો. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 15 ડિગ્રી હતુ તે આજે 1.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે પણ તીવ્ર ઠંડીનો પ્રભાવ ઓસરતો જાય છે.

તાપમાનમાં થઇ રહેલો વધારો

તારીખમહત્તમ તાપમાનલઘુત્તમ તાપમાન
12 ફેબ્રુઆરી32.8 ડિગ્રી16.6 ડિગ્રી
11 ફેબ્રુઆરી30.3 ડિગ્રી15.0 ડિગ્રી
10 ફેબ્રુઆરી30.3 ડિગ્રી14.6 ડિગ્રી
09 ફેબ્રુઆરી31.3 ડિગ્રી14.4 ડિગ્રી
08 ફેબ્રુઆરી30.1 ડિગ્રી12.6 ડિગ્રી
07 ફેબ્રુઆરી28.5 ડિગ્રી12.6 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો