ઋતુચક્રનું શિર્ષાસન:શહેરમાં રોજ રાત્રે વધી રહ્યું છે તાપમાન

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની ઝડપ વધીને 16 કિલોમીટર થઇ ગઇ

ભાવનગર શહેરમાં લો પ્રેશરની અસર દુર થયા બાદ અને વાદળો પણ હટી ગયા બાદ તાપમાન સતત વધી રહ્યું છે. આમ તો નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેતું હોય છે પણ શહેરમાં હાલ લઘુત્તમ ઉષ્ણતામાન 24.1 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા રાત્રિના સમયે ઠંડીનું જોર તદ્દન અદ્રશ્ય થઇ ગયું છે. જે આશ્ચર્યજનક છે. બપોર પણ મહત્તમ તાપમાન ત્રણ દિવસથી સતત વધી રહ્યું છે. આમ, બપોરે અને રાત્રે તાપમાન ઘટવાને બદલે વધી રહ્યું છે જેને ઋતુચક્રનુ઼ શીર્ષાસન ગણી શકાય.

ભાવનગર શહેરમાં નવેમ્બર માસમાં ઠંડીની તીવ્રતા જામતી નથી. ગઇ કાલે શહેરમાં મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 32.3 ડિગ્રીના આંકને આંબી ગયું હતુફ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે વધીને 24.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા અદ્રશ્ય થઇ ગઇ હતી. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 59 ટકા હતુ તે આજે વધીને 64 ટકા થયું જ્યારે પવનની ગતિ ગઇ કાલે 12 કિલોમીટર થઇ ગયેલી તે આજે વધીને 16 કિલોમીટરના આંકને આંબી ગઇ હતી.

સતત 3 દિવસથી તાપમાનમાં વધારો

તારીખમહત્તમલઘુત્તમ
21 નવેમ્બર32.324.1 ડિગ્રી
20 નવેમ્બર32.122.8 ડિગ્રી
19 નવેમ્બર30.922.0 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...