ગરમી યથાવત:શહેરમાં 41 ડિગ્રીએ તાપમાન ઘટ્યું પણ ગરમીમાં રાહત નહીં

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયું
  • ભાવનગર શહેરમાં સાંજના સમયે 32 કિલોમીટરની ઝડપે તોફાની પવનના સૂસવાટા ફૂંકાયા, ગરમીથી લોકો અકળાયા

શહેરમાં મે માસનો મધ્યભાગ ચાલી રહ્યો છે ત્યારે આજે 41 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમીનું મોજુ યથાવત રહ્યું હતું અને બપોરના સમયે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા હોય અસહ્ય બફારાનો અનુભવ થયો હતો. આજે સાંજે શહેરમાં 32 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાયો હતો જેથી અસહ્ય ગરમીમાં થોડી રાહત મળી હતી. જોકે હજી ગરમીમાંથી મુક્તિ મળશે તેવી કોઈ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી નથી.

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તે આજે નજીવું ઘટીને 41 ડિગ્રી થયું હતું પણ સાથે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા હોય બપોરે ગરમીની સાથે જ ભળતા બફારો વધ્યો હતો. જેથી ઉકળાટ યથાવત હતો.

ભાવનગર શહેરમાં ગઇકાલની જેમ આજે પણ લઘુતમ ઉષ્ણતામાન 26.6 ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યું હતું. જ્યારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ગઇકાલની જેમ આજે 51 ટકા નોંધાયું હતું ખાસ તો શહેરમાં પવનની ઝડપ વધી છે ગઈકાલે શહેરમાં 26 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તેમાં આજે વધીને 32 કિ.મી.ની ઝડપે પવનના સૂસવાટા મુકાયા હતા.

બપોરે ઘટતું તાપમાન

તારીખમહત્તમ તાપમાન
16 મે41.0 ડિગ્રી સેન્ટિગ્રેડ
17 મે41.5 ડિગ્રી સેન્ટિગ્રેડ
15 મે43.4 ડિગ્રી સેન્ટિગ્રેડ

​​​​​

અન્ય સમાચારો પણ છે...