વેધર:દરિયાઇ ભેજવાળા પવનથી તાપમાન ઘટી 38.5 ડિગ્રી રહ્યું

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવામાં ભેજનું પ્રમાણ 39 ટકા રહ્યું
  • શહેરમાં ગરમીનો પારો પુન: વધશે પવનની ઝડપ 22 કિલોમીટર નોંધાઇ

ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી દરિયાઇ ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. જોકે, આવતી કાલ ગુરુવારથી ફરી એકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન ઘટીને 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા કાળઝાળ ગરમીમાંથી નગરજનોને રાહત મળી હતી.

તા.5થી 9 મે સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા દરિયાઈ પવનો ફૂંકાઇ રહ્યા છે. આવતીકાલથી પવનની પેટર્ન બદલાશે અને ઉત્તર તરફતી આવતા ગરમ અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થશે એટલે ગરમીનું પ્રમાણ વધશે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી હતુ તે આજે 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આજે હવામાં ભેજનું પ્રમાણ 39 ટકા નોંધાયું હતુ જે ગઇ કાલે 49 ટકા હતુ.જ્યારે ગઇ કાલે પવનની ઝડપ 22 કિલોમીટર હતી તે આજે પણ 22 કિલોમીટરે યથાવત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...