ઠંડીની તીવ્રતા હજી વધવાની આગાહી:શહેરમાં ઠંડા પવન ફૂંકાતા બપોરે 4 ડિગ્રી અને રાત્રે તાપમાન 2 ડિગ્રી ઘટી ગયુ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીની તીવ્રતા હજી વધવાની આગાહી
  • ભાવનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 25 ડિગ્રી થયુ, લઘુત્તમ ઉષ્ણતામાન 15.6 ડિગ્રી થઈ ગયું

પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભાવનગર સહિત અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એક જ દિવસમાં ભાવનગરનું લઘુતમ તાપમાન ડિગ્રી વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચી ગયું હતું. પણ હવે ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ ગયા બાદ રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનો શરૂ થતાં બપોર પછી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં ઠંડા પવનની ઝડપ વધતા લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. તો મહત્તમ તાપમાન ઘટીને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 29.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ પણ ગઇ કાલ સાંજથી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આજે સવારે લઘુત્તમ ઉષ્ણતામાન 2 ડિગ્રી ઘટીને 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તો મહત્તમ તાપમાન તો 4.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આજે સવારે શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી તો સાંજના સમયે પવનની ઝડપ ઘટીને 8 કિલોમીટર થઇ ગઇ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની સાથે ઝાકળ વર્ષા થઇ હતું. ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ આજે સવારે 66 ટકા અને સાંજના સમયે 36 ટકા થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...