તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર કાર્યકમ:ગારિયાધાર તાલુકાની પરવડી શાળાના શિક્ષકે નવતર કાર્યકમ આપ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવનારી પેઢીને વારસામાં ઓક્સિજન મળે તે હેતુથી 'ચાલો વૃક્ષ વાવીએ' અભિયાન હાથ ધર્યું

આજની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યુ છે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન અભાવે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. કહેવાય છે ને કે ઈશ્વર સામે માણસ હંમેશા રંક જ હોય છે આજે માનવી પાસે અઢળક સંપત્તિ માલ-મિલકત બધુ છે પણ કાઈ કામમાં આવતુ નથી અને ઓક્સિજન અભાવે જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે પરેશ કુમાર હિરાણી દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમથી લોકોમાં વધારેમાં વધારે વૃક્ષો વાવે તે માટે લોકોને સમજાવવી "ચાલો વૃક્ષ વાવીએ" અભિયાન હાથ ધર્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દરેક વૃક્ષ બાળકોએ જાતે વાવી તે વૃક્ષને તે બાળકોનું નામ આપવામાં આવ્યું અને તે વૃક્ષ ને પોતાના બાળકની જેમ ઉછેરવાની જવાબદારી વાલીઓ એ લીધી છે. વૃક્ષારોપણ કાર્યક્રમ હાજર દરેક વાલીઓ બાળકો અને ગ્રામજનો ને પરેશકુમાર હિરાણી દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા તથા દરેક બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા પેન અને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ વાલીઓ, ગ્રામજનો અને લોકો ને વધારે મા વધારે વૃક્ષો વાવવા પરેશકુમાર હિરાણી દ્વારા અપીલ કરવામાં આવી હતી, આ વૃક્ષોરોપણ કાર્યકમમાં ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો તથા ગામના યુવાનો આ નવતર કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...