માઢીયા ગામે જીઆઇડીસી માટે જમીન ફાળવવા અંગે ગામમાં અજંપાભરી સ્થિતિ છે. ત્યારે કેટલી ખેતીની અને ખાનગી માલિકીની જમીન પણ આ જમીનમાં આવી જઈ રહી છે સરકારે જમીન ફાળવતા પહેલા આવો કોઈ અભ્યાસ કરેલો નહીં હોવા સાથે જે જમીન ફાળવી છે તે ખરેખર ઉપજાવ અને ખેતીલાયક છે. જે સંદર્ભે નવા જુના માઢીયા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજૂઆત કરી માઢીયા ગામે જીઆઇડીસી ની જમીન ગ્રામ રક્ષક પાળા અને ખેતીલાયક જમીનથી દૂર રાખવા કેમિકલ જીઆઇડીસી ને બદલે અન્ય જીઆઇડીસી ફાળવવા અગાઉ ગ્રામસભામાં કરેલા ઠરાવની અમલવારી માટે માગણી કરી છે.
નવા જૂના માઢીયા ગામે જીઆઇડીસીને જમીન ફાળવણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ ગ્રામ પંચાયતો દ્વારા જીઆઇડીસી ને જમીન ફાળવવા માટે કોઈ સહમતી આપી નહીં હોવા છતાં કાર્યવાહી શરૂ છે. કેટલાક આગેવાનોનું સૂચન છે કે માઢીયા ગામની સામે આવેલા મીઠાના અગરોએ એને ફાળવ્યા કરતા પણ ખૂબ મોટી જમીનોમાં દબાણ કર્યા છે.
આ વિસ્તારમાં જ લગભગ મીઠાના અગરો દ્વારા 2000એકર જેટલું દબાણ છે ત્યારે આ દબાણ ખુલ્લી કરી આ જમીન જીઆઇડીસી માટે ફાળવવી જોઈએ. અગાઉ પ્રાંત અધિકારી પુષ્પ લત્તા હતા ત્યારે આવા મીઠાના અગરોના દબાણો આઇડેન્ટીફાય કરેલા છે. જેથી આવા અનઅધિકૃત દબાણો દૂર કરે તો બે જીઆઇડીસી બીજી બની જાય તેટલી જગ્યા ફાળવી શકાય તેમ છે.
તો આ અંગે કલેક્ટરે યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. માઢીયા ગામે ગ્રામ્ય વિસ્તારમાં રોજ એક તરફ જીઆઇડીસી દ્વારા જમીનનો કબજો લઈ ફેન્સીંગની કાર્યવાહી શરૂ કરાય છે. ત્યારે જીઆઇડીસી દ્વારા ભાવનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં પ્રાપ્ત કરેલી જમીનોના કરોડો રૂપિયા જમીન મહેસુલના સરકારના ભરવાના બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.