તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વ્યવસ્થા:કોરોનાના દર્દીઓની મુશ્કેલી રજૂ થયા બાદ તંત્ર જાગ્યું : ઈન્જેકશનો આજથી મળશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિષ્ના હોસ્પિટલને નવા પાટિયા સાથે કોવિડની મંજુરી આપવા તંત્ર દ્વારા કરાઈ રહેલી હિલચાલ

કોરોના નાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને છેલ્લા ચાર દિવસથી રેમડેસીવીર ઇન્જેક્શન નહીં મળતા હોવા અંગે જુદા જુદા 25 મેડિકલ સ્ટોર ની મુલાકાત લઈ સૌરાષ્ટ્ર સમાચાર ની ટીમે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટનો પડઘો પડ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા 450 જેટલા ઇન્જેક્શન નો જથ્થો રાતોરાત ઉપલબ્ધ કરાવી લોકોને નહિ ગભરાવવા અનુરોધ કરેલ છે. ક્રિષ્ના હોસ્પિટલને નવા નામ સાથે કોવિડની મંજૂરી આપવા હિલચાલ થઈ રહી છે.

આ મુદ્દે ડ્રગ ઇન્સ્પેકટર જી.એન.ઠુંમ્મર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા કેમિસ્ટ એસોશિયનના સંયુક્ત પ્રયાસોથી રેમડેસીવીર ઇન્જેક્શનના ઉત્પાદકો જેવા કે ઝાયડસ ફાર્મા, હેટેરો ડ્રગ્સ લી.વગેરે પાસેથી આજે ભાવનગરની દવા બજારમાં આશરે 450 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ જથ્થો મૃણાલ એન્ટરપ્રાઇઝ, બજરંગદાસ બાપા આરોગ્યધામ, બીમ્સ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, જલિયાણ ફાર્મસી, તથા પાર્થ મેડિકલ સ્ટોર સહિતના સ્થળોએ રેમડેસીવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

તેમજ આવતીકાલે કોવિડ હોસ્પિટલ્સ કે જેમણે અમદાવાદ ખાતેથી રેમડેસીવીર ઇન્જેક્શનના ઓર્ડર કરેલ હશે તેઓને પણ જરૂરી જથ્થો પૂરો પાડવામાં આવશે. વધુમાં ભાવનગરની કોવિડ હોસ્પિટલને અપીલ કરતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે પોતાના વપરાશ મુજબનો ઓર્ડર અમદાવાદ ખાતેના હેટેરો ડ્રગ્સ લી. ના ડેપો ખાતે સમયસર આપે જેથી ઇન્જેક્શન નો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે. જેથી લોકોએ ગભરાવવાની કે ડરવાની કોઈ જરૂરિયાત નથી તેવી હૈયાધારણ પણ આપવામાં આવી છે.

આરોગ્ય અધિકારી આર.કે. સિન્હાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન એમ. ઓ.યુ સાઈન નથી કરતી ફક્ત રજીસ્ટ્રેશન કરાવે છે. કોઈ પણ જગ્યા સામે કોર્પોરેશન ને વાંધો નથી હોતો .જે તે કૌભાંડ માં સંકળાયેલી વ્યક્તિઓ સામે હોય. અમે તો કાયદાકીય રીતે માન્યતા આપી શકાય છે કે કેમ ફક્ત તે જ જોતા હોઈએ છીએ. કાયદેસર રીતે જો રજીસ્ટ્રેશન થઈ શકે એમ હોય તો કરવામાં આવતા જ હોય છે. આમ તો કોઈને તળાજા કે મહુવામાં હોસ્પિટલ શરૂ કરવી હોય તો પરવાનગીની પણ જરૂર પડતી નથી. ભાવનગર માં આવેલી ક્રિષ્ના હોસ્પિટલ ની ગેરરીતિ નાં પગલે માન્યતા રદ કરવામાં આવી છે. હોસ્પિટલ નાં ડૉ.પ્રકાશ નાં કૌભાંડ બાદ આ હોસ્પિટલ ની કોવીડ તરીકે ની માન્યતા કોર્પોરેશન દ્વારા રદ કર્યા બાદ હવે હોસ્પિટલ નો એક ભાગ દૂર કરીને આ જ સંચાલકો દ્વારા વર્ધમાન હોસ્પિટલના નામે કોવીડ હોસ્પિટલ તરીકે ની માન્યતા મેળવવાનાં એમ. ઓ.યુ શુક્રવારે થનાર છે. સંચાલકો અને કોર્પોરેશન નાં કર્મીઓમાં નક્કી કોઈ સાંઠ ગાંઠ હોવાનું માલૂમ પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો