નગર પાલિકાની પ્રજાલક્ષી કામગીરીના અભાવે તળાજાની જનતાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે.લોકો તંત્રને સમસ્યા અંગેની ખરી હકીકત જણાવે છતાં કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ નગર પાલિકાના તંત્ર વાહકો આંખ આડા કાન કરી રહયાં છે.
ભાજપ શાસિત તળાજા નગર પાલિકાના વહીવટથી લોકોમાં પ્રસંશા કરતા હાલ ટીકા થઈ રહી છે.શહરેના ધનબાઈમાં ચોક વિસ્તારના વેપારીઓએ રસ્તા પર ઉતરી સફાઈ,ગંદકી,કીચડના ફોટાઓ દેખાડતા હોય તેવા ફોટાઓ પાડી સત્તાધિશોની આંખ ખુલ્લે તે માટે વાયરલ કર્યા હતા.
વેપારીઓનો આક્રોશ છે કે કીચડના કારણે અહી દરરોજ અનેક રાહદારીઓ લપટી પડે છે રસ્તો પણ બિસ્માર છે. દિવસમાં અહીથી ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઇ સરકારનો તગડો પગાર લેતા કર્મીઓ અનેક વખત નીકળે છે.પરિસ્થિતિને પામે છે છતાંય સુખાકારી માટે નક્કર કાર્યવાહી કરતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.