પાણીની અવાક:શેત્રુંજી ડેમની સપાટી 27.9 ફૂટ થઇ ગઇ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચોમાસાનો આરંભ નથી થયો ત્યાં
  • 24 કલાકમાં ઉપરવાસના વરસાદને લીધે ડેમની સપાટીમાં ચાર ઇંચનો વધારો થયો

ભાવનગર શહેર અને જિલ્લા જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રનો સાથી વિશાળ શેત્રુંજી ડેમ હજી તો આ વર્ષે વિધિવત રીતે ચોમાસુ આરંભાયું પણ નથી ત્યાં 27.9 ફૂટની સપાટીએ આંબી ગયો છે. 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થતો આ મહાકાય ડેમ આ વર્ષે ગત મહિને આવેલા વાવાઝોડા સાથેના ભારે વરસાદને લીધે નોંધપાત્ર પ્રમાણમાં ભરાયો હતો. છેલ્લાં 24 કલાકમાં ઉપરવાસના વરસાદને લીધે આ ડેમની સપાટીમાં 4 ઇંચનો વધારો થયો છે.

વાવાઝોડામાં જોરદાર વરસાદને લીધે શેત્રુંજી ડેમની સપાટીમાં 9 ફૂટ જેવો નોંધપાત્ર વધારો થયો હતો. હવે ઉપરવાસના પંથકમાં વરસાદને કારણે આ ડેમમાં ફરીથી પાણીની આવક શરૂ થયા બાદ આજે સપાટી 4 ઇંચ વધીને 27.9 ફૂટના આંકે આંબી ગઇ છે. શેત્રુંજી ડેમમાં કુલ જળ સંગ્રહ ક્ષમતા 308.68 મિલિયન ક્યુબિક મીટર છે અને તેમાં આજ સવાર સુધીમાં 179.77 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયો હોય ડેમમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના 59.24 ટકા પાણીનો સંગ્રહ ચોમાસા પૂર્વે જ થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...