શિક્ષણ:પરીક્ષાની હોલ ટિકીટમાં પુરું એડ્રેસ નહીં હોવાથી વિદ્યાર્થીઓ ગૂંચવાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમાન નામ ધરાવતી કોલેજના લીધે છાત્રો ખોટા પરીક્ષા સ્થળે પહોંચ્યા
  • આગામી પરીક્ષામાં પૂર્ણ એડ્રેસ જરૂરી

MKB યુનિ. દ્વારા તા.15 સપ્ટે થી બાહ્ય અભ્યાસક્રમ ની પરીક્ષાઓ લેવાઈ રહી છે. એમ. એ, એમ.કોમ અને બી. એ, બી.કોમ ની બીજા વર્ષની અને ત્રીજા વર્ષની પરીક્ષાઓ લેવાઈ રહી છે. પરિક્ષમાં બેસનાર વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજ આવીને નથી ભણી શકતા કારણકે ઑફિસ , જોબ કે કોઈ વ્યવસાય માં વ્યસ્ત રહીને સાથે કોલેજ કરતા હોય છે.

આ વખતેની પરીક્ષાઓ માં વિદ્યાર્થીઓની હોલ ટીકીટ માં ફક્ત કોલેજ નું નામ લખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ આખું વર્ષ ઘરે હોય અને તાલુકાઓ અને ગામડાઓમાંથી ફક્ત પરીક્ષા દેવા આવતા હોય ત્યારે વિદ્યાર્થીઓને ફક્ત કોલેજ નું નામ જ લખેલ હોવાથી બીજી કોલેજ પહોંચી ગયા હોય તેવી ઘટનાઓ બની છે. ભાવનગરમાં એક જ નામ ધરાવતી કે તમને નામના લીધે મુંઝવી દે તેવી કોલેજો આવેલી છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાના સમયે કોલેજ પર પહોંચતા ત્યારે ખબર પડતી કે આ કોલેજ તો બીજી જગ્યાએ છે અને પોતાના પરીક્ષાનાં 20 થી 25 મિનિટ મોડા પહોંચ્યા હોય તેવું બનેલ છે. વિદ્યાર્થીઓમાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હોલ ટિકીટ માં એડ્રેસ લખાવું જોઈએ
હજી સુધી યુનિ. દ્વારા ફક્ત બીજા અને ત્રીજા વર્ષની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. હોલ ટિકિટમાં કોલેજનું આખું એડ્રેસ ન લખવાથી વ્યક્તિ ફક્ત નાનકડું નામ જ સર્ચ કરે છે અને મુંજાય જાય છે. માટે હવે પછીની પ્રથમ વર્ષની પરીક્ષાની હોલ ટિકિટમાં જો આખું એડ્રેસ મૂકવામાં આવે તો પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ આ મુશ્કેલીનો ભોગ નહિ બનવું પડે.

કોઈ વિદ્યાર્થીઓની ફરિયાદો આવી નથી
યુનિ. માં હજી સુધી કોઈ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી નથી. સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ માં તો સેન્ટર જ આપવામાં આવ્યું નથી. બાકીની કોલેજ નાં પણ પૂરા નામ લખવામાં આવ્યા છે જેથી કોઈ મુંજવણ ન થાય. છતાં જો કોઈ વિદ્યાર્થીઓની ફરિયાદ આવશે તો નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. > ડૉ.મહિપતસિંહ ચાવડા , કુલપતિ

અન્ય સમાચારો પણ છે...