તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:સરકારી નર્સિંગ હોસ્ટેલમાં પૂરતી સુવિધા આપવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગરએક મહિનો પહેલા
 • કલેકટર કચેરી પર ધરણા કરી આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર સરકારી નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં પૂરતી સુવિધાઓ આપવાની માંગણી સાથે ક્લેક્ટર કચેરીએ ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સરકારી નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા નથી. હાલ વિધાર્થીઓ જે જગ્યાએ ભાડાના મકાનમાં રહે છે તે મકાનની હાલત ખુબ જ ખરાબ છે. તેથી ત્રણ ચાર દિવસમાં ખાલી કરવા માટે મહાપાલિકા દ્વારા નોટીસ પાઠવવામા આવી છે. જેથી વિધાર્થીઓ કોવિડ 19ની ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં કોઇપણ મકાન માલિક વિધાર્થીઓને મકાન ભાડે આપવા તૈયાર નથી. હાલના સમયમાં પણ વધતા જતા કોરોના કેસને કારણે કોઇ રૂમ આપવા તૈયાર નથી.

આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા ગત તા.18 માર્ચના રોજ કોવિડ 19 ઇમરજન્સી સેવામાં ફરજ બજાવવાનો લેટર જાહેર થયેલ હોય અને અમારી પાસે રહેવાની વ્યવસ્થા ન હોવાથી અમને રહેવાની વ્યવસ્થા કરી આપવાની માંગણી સાથે નર્સીંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેની નકલ કોલેજના પ્રિન્સીપાલ, ધારાસભ્યો, મેયર સહિતને નકલ મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો