એનર્જીના પ્રોજેક્ટ:છાત્રોએ સૌરઉર્જા અને એનર્જીના પ્રોજેક્ટ દર્શાવ્યા, સાયન્સ મોડલ સ્પર્ધામાં સ્વામી. ગુરુકુળના વિદ્યાર્થીઓ ઝળક્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં બળવંતરાય પારેખ વિજ્ઞાન નગરી ખાતે સાયન્સ મોડલ સ્પર્ધા અને એક્ઝિબિશન યોજાયું જેમાં 11 જેટલી સ્કૂલમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરનાં સ્ટાર બેચના 35 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે નૂતન અને ઈનોવેટિવ પ્રોજેક્ટનું નિર્માણ કરી ઉત્સાહથી જોડાયેલ જે અંતર્ગત શ્યાળ વેદાંતકુમાર ભાનુભાઈએ પ્રથમ ક્રમાંક કે જેઓએ એનર્જી વિષય પર તથા વિસનગરા હિતાર્થ પ્રણવભાઈ અને ભૂત ફેનિલ સુરેશભાઈએ કે જેઓએ સૌર ઊર્જા અને પવન ઊર્જા વિષય પર સુંદર પ્રોજેક્ટ બનાવી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અન્ય પ્રયોગો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...