તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સરકારી ઇજનેરી કોલેજની છાત્રાએ ગેટમાં દેશભરમાં 45મો રેન્ક મેળવ્યો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કમ્પ્યુટર ઇજનેરી ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છુક
 • જીલ નાથાણીએ 3.60 લાખના પેકેજને ઠોકર મારી આઇઆઇટી મુંબઇમાં એડમિશન મેળવ્યું

દેશની ખ્યાતનામ સંસ્થાઓ આઇઆઇટી અને આઇઆઇએસસી દ્વારા લેવાતી ગેટની પરીક્ષામાં ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજની વિદ્યાર્થિની જીલ મનીષભાઇ નાથાણીએ ગેટ-2021માં 896ના ઉચ્ચ સ્કોર સાથે સમગ્ર ભારતમાં 45મો રેન્ક મેળવ્યો છે. આ સ્કોરના આધારે તેજસ્વી વિદ્યાર્થીઓને દેશની આઇઆઇટી અને એનઆઇટી જેવી સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિષયોમાં એડમિશન મળે છે.

ભણવામાં આરંભથી જ અત્યંત તેજસ્વી જીલ નાથાણી અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. પ્રત્યેક સેમેસ્ટરમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયેલ છે. વર્ષ-2017માં જીલના પિતાનું અકાળે અવસાન થયું હતુ છતાં જીલે હિંમત હાર્યા વગર અભ્યાસમાં આગેકૂચ ચાલુ રાખી હતી. જીલના માતા સુનિભાબહેન અમરેલી ખાતે પબ્લિક હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે.

સરકારી ઇજનેરી કોલેજના પ્લેસમેન્ટ વિભાગમાં વિદ્યાર્થીઓ માટે આવતી વિવિધ કંપનીઓ પૈકી અમદાવાદની ખ્યાતનામ આઇટી કંપનીમાં રૂા.3.60 લાખના પેકેજને સ્વીકારવાને બદલે જીલે ભારતની ખ્યાતનામ ઇજનેરી સંસ્થા આઇઆઇટી, મુંબઇમાં એડમિશન લેવાનું નક્કી કરી ગેટની તૈયારી શરૂ કરી હતી. આખરે સખત મહેનત અને આયોજનબદ્ધ અભ્યાસ સાથે આ સિદ્ધિ મેળવી છે. સરકારી ઇજનેરી કોલેજના પ્રિ.જી.પી.વડોદરિયા અને સ્ટાફે આ સિદ્ધિને બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો