તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:શહેરના પરશુરામ પાર્કમાં પરશુરામજીની પ્રતિમા મુકાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં પરશુરામ પાર્ક ખાતે ભગવાન પરશુરામજીની પ્રતિમા મુકવા માટે પૂર્વના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જાહેરાત કરી છે. સુભાષનગર વિસ્તારમાં આવેલા આ પાર્કમાં હવે ભગવાન પરશુરામજીની પ્રતિમા મુકાતા આ પાર્કની ગરિમા વધશે.

આ અવસરે વિભાવરીબેને જણાવ્યું હતું કે, જેવી રીતે મોખડાજી સર્કલ મોખડાજીની પ્રતિમા મુકાયેલી છે તે રીતે અહીં પરશુરામ પાર્કમાં પરશુરામજી ની પ્રતિમા ફુવારા પાસે અને લોકોની નજરમાં આવે તે રીતે મુકાશે. અગાઉ તેમણે મહાનગરપાલિકામાં કમિશનરને પ્રતિમા મુકવા માટે રજૂઆત કરી હતી. રાજ્યમાં પરશુરામજીનો વિશિષ્ટ પાર્ક હોય તો તેમાં પરશુરામજીની પ્રતિમા હોવી જોઈએ. જેમ સરદારબાગમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા છે જેમ મોખડાજી સર્કલમાં વીર મોખડાજી ની પ્રતિમા છે તેમ પરશુરામ પાર્કમાં પરશુરામજી ની પ્રતિમા સ્થાપવા જણાવ્યું છે.

આ પ્રતિમા પાર્કમાં પ્રવેશતી વેળાએ રાખેલા ફુવારા પાસે કે આસપાસમાં લોકની દ્રષ્ટિમાં આવે તે રીતે આ પ્રતિમા મુકાય તો વધુ સારૂ એવું સૂચન પણ મ્યુ. કમિશનરને કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...