શહેરના બોરતળાવ વિસ્તારની પરિણીતા સાથે મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનારા પતિને કોર્ટે આજીવન કેદ ફટકારી છે. માતાને હેરાન કરતા પિતા સામે કોર્ટમાં નવ વર્ષના સગ્ગા દિકરાએ જુબાની આપી હતી.
ફુલસર આણંદજી પાર્કમાં સાસરે રહેતા પ્રેક્ષાબા (ઉ.વ.36)એ ગત 23/04/2019ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે દિકરીના પિતા ભગવતસિંહ નાગભા વાઘેલા (રહે. વૈઠા, તા. ધોળકા)એ બોરતળાવ પોલીસમાં તેમના જમાઈ ચંદ્ર નરેન્દ્રસિંહ જાડેજા તથા તેમની દિકરીના સાસુ કિરણબા ઉર્ફે કંચનબા નરેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ તેમની દિકરી પ્રેક્ષાબાને શારીરીક અને માનસિક ત્રાસ આપી અવારનવાર મારકુટ કરી મરવા મજબુર કરી હતી.
આ અંગેનો કેસ ભાવનગર પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકિલ વિપુલ દેવમુરારી તથા ફરીયાદીપક્ષે ફીરોઝ બત્તીવાલાની દલીલો, 25 દસ્તાવેજી પુરાવા, 10 મૌખીક પુરાવા અને આરોપીના સગ્ગા દિકરાની જુબાનીને ધ્યાને લઈ કોર્ટે આરોપી ચંદ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખ્ત કેદ અને રોકડા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય આરોપી કિરણબા ઉર્ફે કંચનબા નરેન્દ્રસિંહ જાડેજાને શંકાનો લાભ આપી કોર્ટે નિર્દોશ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
દોઢ માસ પૂર્વે દિકરાએ કોર્ટમાં જુબાની આપી
કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં દોઢ મહિના પૂર્વે પડેલી એક મુદ્દતમાં પોતાની માતાને ત્રાસ આપી હેરાન કરતા પિતા સામે કોર્ટમાં નવ વર્ષના સગ્ગા દિકરા રૂદ્રરાજસિંહે જુબાની આપી હતી કે, મારા પિતા ઘરે આવીને ઘણીવાર મમ્મી સાથે ઝઘડો કરી અને માર મારતા હતા. મને પપ્પા સાથે નથી ગમતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.