તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના નવાપરા પોલીસ લાઇનમા રહેતા અને શકિત કોમ્પ્યુટર નામે વ્યવસાય કરતા અાશીષ કુમાર લાલજીભાઇ ચાૈહાણે વડોદરાના ડી.સી.પી.કરણરાજ વાઘેલા, પી.અેસ.અાઇ.બી.અેસ.સેલાણા, અમરદીપસિંહ પ્રતાપસિંહ ચાૈહાણ, હે.કો.ઠાકર સનાભાઇ, અે.અેસ.અાઇ. મેહુલદાન ખીમરાજભાઇ ( તમામ વડોદરા પોલીસ ) વિરૂધ્ધ કોર્ટમા કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે ગત તા. 29/11/2020 ના રોજ તેઅો તેમની દુકાને હતા.
તે વખતે તેમના કારીગર પરવેઝભાઇ પણ હાજર હતા. દરમ્યાન વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનના PSI સહિતના પોલીસે ખાનગી કારમાં આવી તેમણે ટીંગાટોળી કરી કારમાં લઇ ગયા હતા. અને વડોદરા પો.સ્ટેશનમાં DCP સહિતનાએ તેમને માર માર્યો હતો. અને કોર્ટમાં ફરિયાદ કરશે તો બીજા કેસમા ફીટ કરી દેવાની ધમકી આપી હોવાનું કોર્ટમાં કરેલી ફરીયાદમાં જણાવાયું છે.
રીટાર્યડ ASI નું નામ છેતરપીંડીમાં ખુલ્યુ
આશીષ સામે ઓકટોબર 2019માં છેતરપીંડીનો ગુન્હો વડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તેમણે એક દંપતી પાસેથી ઇકો કારની ખરીદી કરી હતી. જેની આર.સી.બુક વિ.જોયા ન હતા અને કાર અરવલ્લીમાં વેચાણ કરી ઉભડકના 3-4 લાખ રૂપિયા લીધા હતા. કાર લેનારે તેમણે આશીષે કાર આપી હોવાનું જણાવ્યું હતું છેતરપીંડીમાં તેમના પિતાનું પણ નામ ખુલ્યું છે. - કરણરાજ વાઘેલા, ડી.સી.પી વડોદરા
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.