શૈક્ષણિક કારકિર્દી:મધ્યમવર્ગીય પરિવારના પુત્રએ કેટમાં 97.63 પર્સન્ટાઈલ મેળવ્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દીપ ગજ્જરની શૈક્ષણિક કારકિર્દી ઝળહળતી છે

ભાવનગરમાં મિસ્ત્રી કામ કરતા એક મધ્મવર્ગીય પરિવારના પુત્રએ કેટની પરીક્ષામાં 97.63 પર્સન્ટાઈલ મેળવી દેશની ખ્યાતનામ IIM સંસ્થામાં પ્રવેશ માટે લાયકાત મેળવી છે. આ યુવાને અનેક મુશ્કેલી અને સંઘર્ષ વચ્ચે પણ પ્રથમથી જ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી જાળવી રાખી છે.

શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ ગજ્જર અને પારૂલબેનના બે પુત્રો પૈકીનો નાનો પુત્ર દીપે કેટની પરીક્ષામાં 97.63 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ પહેલા 12 સાયન્સમાં 98.43 પર્સન્ટાઈલ અને JEEમાં 98 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હાલ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરમાં ફરજ બજાવી રહ્યો છે. માતા-પિતા બન્નેએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું નથી છતાં એમની સતત પ્રેરણાને કારણે આ સિદ્ધી મેળવી હોવાનું દીપે જણાવ્યું હતું.તેને IIM બેંગ્લોર, કલકત્તા, કોઝીકોડે અને ન્યુ કેપ IIMમાં પ્રવેશ માટે પાત્રતા મેળવી છે.એક મધ્યમવર્ગીય પરિવારના પુત્રએ આ સિદ્ધિ મેળવી ગુર્જર સુથાર જ્ઞાતિનું પણ ગૌરવ વધારેલ છે.સાથે ભાવનગર શહેરનું પણ શિક્ષણક્ષેત્રે નામ વધુ ઉજળું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...