તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ ટ્રેન:26 અને 28 જૂનના સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેન ડાયવર્ટેડ રૂટ પર દોડશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બીના-કટની-મુરવારા સેક્શનમાં નોન ઇન્ટરલોકીંગ કામ માટે રૂટ બ્લોક કરાયો

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના બીના-કટની-મુરવારા સેક્શનમાં નોન ઇન્ટરલોકીંગ કામ માટે લેવાયેલા બ્લોકને કારણે સોમનાથ-જબલપુર-સોમનાથ વિશેષ ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડશે.

ડાયવર્ટ રૂટ પર દોડતી આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

સોમનાથથી 26 જૂન અને 28 મી જૂન, 2021 ના રોજ સોમનાથથી ચલવા વાલી ટ્રેન નંબર 01465 સોમનાથ-જબલપુર સ્પેશિયલ અને 28 જૂન, 2021 ના રોજ જબલપુરથી ચાલવા વાલી ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ ડાયવર્ટ્ડ રૂટ બીના-કટની-મુરવારાને બદલે વાયા સંત હિરદાસરામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર થઈને દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તે સ્ટેશનોમાં વિદિશા, ગંજ બસોડા, મંડી બમોરા, બીના, કટની મુરવારા, ખુરઇ, સાગર, પથરિયા, દમોહ અને કટની મુરવારાનો સમાવેશ થાય છે. તેમ વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...