નિકાસબંધી હટાવાઈ:આસમાનને આંબેલા પામોલીન તેલના ભાવ હવે આગામી સપ્તાહથી ઘટશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડોનેશીયા દ્વારા તા.23મેથી નિકાસબંધી હટાવાઈ
  • ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ પામોલીન છૂટથી વાપરી શકશે

ગુજરાતભરમાં ખાદ્યતેલના ભાવ આસમાને આમ્યા છે. તેમા ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ પરિવારમાં વપરાતા પામોલીન તેના ડબ્બાના ભાવ રૂા.2580ની સપાટીએ આંબી ગયા છે. ત્યારે સમાચાર મળ્યા છે. કે જયાથી પામોલીન તેલની મુખ્ય આયાત કરીએ છીએ તે ઇન્ડોનેશીયા સરકારે 23મી મેથી પામ ઓઇલની નિકાસ બંધી હટાવી લેવાના નિર્ણયથી પામોલીન સસ્તુ બનશે.

ઇન્ડોનેશીયાથી ગર્વમેન્ટ ઇન્ડોનેશીયાએ તાત્કાલિક અસરથી પામોલીનની નિકાસ બંધી કરી હતી. ઇન્ડોનેશીયાના ખેડૂતોના વિરોધ બાદ ઇન્ડોનેશીયા સરકાર દ્વારા નિકાસ બંધી 23મી મેથી ઉઠાવી લેવાના નિર્ણય કરવામાં આવ્યો છે.

નિકાસ બંધી ઉઠાવી લેવાના કારણે ઇન્ડોનેશીયામાં ભારત, બાંગલાદેશ, પાકીસ્તાન અને ચાઇનાના શીપને સીઝ કરી દેવામાં આવ્યા હતા. જે આગામી તા.23મી મેથી ઇન્ડોનેશીયા સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવશે.

મેલેશીયા, ઇન્ડોનેશીયામાં ક્રુડ પામ ઓઇલ સસ્તુ હોવાથી સીપીઓ ખાવાનુ તેલ બાયોડીઝલમાં કન્વર્ટ કરવામાં પામ ઓઇલ વપરાય ગયુ હતુ. અને ખેડૂતોના વિરોધ બાદ પામતેલને ખાદ્ય વપરાશમાં વાપરવાનો નિર્ણય લેવામાં આવતા અને જે નિકાસ બંધી કરવામાં આવી હતી જે આગામી તા.23 મેથી ઉઠાવી લેવામાં આવશે.

ઇન્ડોનેશીયામાં પુષ્કળ પણમાં પામનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. જે પામતેલ બનાવીને સમગ્ર વિશ્વને પુરૂ પાડવામાં આવે છે. નિકાસ બંધીને કારણે ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા ખેડૂતોના વિરોધના પ્રચંડ અવાજ બાદ નિકાસ બંધી હટતા ભારતમાં પામોલીન તેલની જે સોર્ટેજ હતી તે આવક થતા ઓછી થઇ જશે.

ભાવનગરમાં પામોલીન તેલની સૌથી વધુ ખપત હોય છે. જે વિવિધ ફરસાણ અને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને અંદાજે રોજના 2000 ડબા તેલ પામોલીન વેચાણ થાય છે તેમ તેલના અગ્રણી વેપારીએ જણાવ્યુ હતુ. આવક વધતા ભાવો ઘટશે તેવી આશા છે. જેથી મધ્યય અને નિમ્ન વર્ગને થોડી ઘણી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...