પ્રચાર પ્રસાર:સંઘની ભગિની સંસ્થા મઝદૂર સંઘ ખુલ્લેઆમ ભાજપ સામે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપને મત નહીં આપવા પ્રચાર પ્રસાર કરાશે
  • મઝદૂર​​​​​​​ સંઘના પ્રશ્ને રજૂઆત છતાં સરકાર નગણ્ય કરતા ચૂંટણીમાં ભાજપ સામે બંડ પોકાર્યો

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સરકારી અર્ધસરકારી અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પણ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને લઈને મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આરએસએસની ભગિની સંસ્થા ગણાતી ભારતીય મજદૂર સંઘ વારંવારની રજૂઆતો થી થાકી જઈ અંતે આજે ભાજપ સરકારની વિરુદ્ધમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. મજદૂર સંઘના સભ્યો ભાજપને મત નહિ આપવા લોકજાગૃતિ શરૂ કરશે.

ભારતીય મજદુર સંઘ સાથે જોડાયેલા 158 યુનિયનો અને મહાસંઘ દ્વારા શક્તિ પ્રદર્શન કરી મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. પરંતુ સરકાર કે શાસકો સંઘની રજૂઆતને ગંભીરતાપૂર્વક આજ સુધી લીધી નથી. જેથી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજે પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય મજદૂર સંઘ ભાજપ સરકારની વિરુદ્ધમાં કામ કરવા નિર્ણય કર્યો હતો. સંઘના સભ્યો દ્વારા ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા લોકોમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં સાડા આઠ હજાર કરતાં વધુ સભ્યો મજદૂર સંઘમાં છે.

અન્ય સમાચારો પણ છે...