ફરિયાદ:સ્ટેજ પ્રોગ્રામના ગાયક કલાકારે પતિના ત્રાસની ફરિયાદ નોંધાવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજના જુના મિત્રો સાથે ફોન કેમ કરે છે?
  • પ્રોગ્રામ બાબતે ગૃપમાં ફોન અથવા મેસેજથી વાત થતી હોય જે પતિને નહી ગમતા માર માર્યો

શહેની એક પરિણીતા કે જે સ્ટેજ પ્રોગ્રામમાં ગાયક કલાકાર તરીકે કામ કરે છે અને તેને સ્ટેજ પ્રોગ્રામ બાબતે અવારનવાર ફોન અને મેસેજ આવતા હોય જે પતિને નહી ગમતા પતિએ ત્રાસ આપી માર માર્યાંની ફરિયાદ નોંધાઈ છે. સિતારામ સોસાયટી શિવનગરમાં રહેતા અવનીબેન યુવરાજસિંહ ચાવડાએ ભરતનગર પોલીસ મથકમાં તેમના પતિ યુવરાજસિંહ રાયસંગભાઈ ચાવડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતે ગાયક કલાકાર છે અને સ્ટેજ પ્રોગ્રામ કરે છે તેથી પ્રોગ્રામ બાબતે તેમને ઘણા ફોન અને મેસેજ આવતા હોય જેથી તેઓ પ્રોગ્રામ અંગે ફોનમાં વાતચીત કરતા હોય જે તેમના પતિને નહી ગમતા અવારનવાર ઝઘડો થતો હતો અને તે અંગે ઘરમેળે સમજણ બાદ પતિ દ્વારા ફરીવાર મારકુટ કરી હતી.

તેમજ ગઈકાલે તેમના પતિ તેમના ઘરે આવી કહેવા લાગેલ કે તારા કોલેજના જુના મિત્રો સાથે ફોન કે મેસેજ કેમ કરે છે કેમ કહી ઝઘડો કરી વાસની લાકડી વડે માર મારી પગના ભાગે મુંઢ ઘા મારી શારિરીક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભરતનગર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...