શાકભાજીના ભાવમાં ભડકો:શાકભાજીના ભાવોમાં જબ્બર ઉછાળો ઉંધીયાના શાક બજારમાંથી ગાયબ થયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીંગણાના ભાવ રૂા. 150 , વાલોળ, પાપડી અને તુવેરના ભાવો કિલોના 150 થતા ઉંધીયુ ખાવુ મોંઘુ થયું

મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે. શાકના ભાવમાં બેથી અઢી ગણો વધારો થતાં મધ્યમ વર્ગીય ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. આ ભાવ વધારાને લીધે રોજ શાકમાં શું રાંધવું તે પ્રશ્ન થઈ ગયો છે.‌

આવતીકાલે શરદ પૂનમ છે. ત્યારે ઉંધીયાની જિયાફત રહેશે. જો કે શાકભાજીના ભાવ ઉંધીયુ બનાવનારને ચિંતા વધારી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીએ ઉંધીયાના ભાવ 15 થી 25 ટકાનો વધારો થાય તેવી સ્થિતી છે. ઉંધીયુ ખાનારને આ પાકીટ ખાલી કરવુ પડશે.

શરદપૂનમ પહેલા ટીંડોરા રૂા.80ના કિલો મળતા હતા તે અત્યારે રૂા.180 થી 200, તુરીયા રૂા.80ના કીલો મળતા હતા તે અત્યાારે રૂા.100 થી 120 અને ન ગમે તેવા આવી રહયા છે. દૂધી રૂા.30ની કિલો વાળી રૂા.50, લીલા વટોણા રૂા.250 થઇ જતા ઉંધીયાના શાકભાજી ઓછા અથવા તો ગાયબ થઇ ગયા છે. વાલોળ, પાપડી, તુવેર 150 રૂપીયે કિલો થઇ જતા ઉંધીયાની સુંગઘ બગડશે. તેમજ શાકભાજીને સુંગધ આપનાર તેમજ શાકભાજી સાથે મફતમાં મળતી કોથમરીના ભાવ 100 ગ્રામના રૂપિયા 30 થઇ જતા ગાલ લાલ રાખીને દેખાડો કરવાના દિવસો આવ્યા છે.

દેશી શાકભાજીની આવક માત્ર 25 ટકા જેવી જ છે. ગુજરાતના ગામોથી શાકભાજી આવે છે. અેટલે લોકોની થાળીમાં શાક દેખાય છે. બાકી મોંધા શાક વેપારી પણ લાવતા બીવે છે. વેચાણ થશે કે નહિ.સામાન્ય માનવી રીંગણા અને બટેટાનો વધુ ઉપયોગ કરી રહ્યો છે. ત્યારે બટેટાના ભાવો યથાવત રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પણ રીંગણાના ભાવ રૂા.80 થી 100 પ્રતિ કિલો થઇ જતા સામાન્ય માનવીની થાળી પણ મોંધી થઇ છે.

શાકભાજીના ભાવ

શાકપહેલાઅત્યારે
ટીંડોરા80200
વાલોળ100150
પાપડી100150
તુવેર100150
ચોળી60120
રીંગણા80150
લીલા વટોણા100250
ફલાવર3070
સરગવો80120
દૂધી4060
કોબી3040
ટમેટા2080
બટેટા2020
અન્ય સમાચારો પણ છે...