તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝીરો શેડો ડે:ભાવનગરમાં આજે બપોર 12.47 કલાકે પડછાયો ગાયબ થયો, અઢી મહિનામાં બીજી વાર જોવા મળી ખગોળીય ઘટના

ભાવનગર23 દિવસ પહેલા
  • 30 એપ્રિલ પણ 'ઝીરો શેડો' જોવા મળ્યો હતો

તમારી સાથે રહેતો પડછાયો પણ ક્યારેક ગાયબ થઈ શકે છે જા એવું કહીએ તો તમને કદાચ માન્યમાં નહીં આવે. પરંતુ આ સાચુ છે. અવકાશમાં એવી એવી ખગોળીય ઘટના જોવા મળે છે જેને આપણે મન ભરીને માણીએ છીએ. આવી જ એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે જેને 'ઝીરો શેડો ડે' કહેવાય છે. જેમાં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. સમય સાથે સર્જાતી આવી ઘટનાઓને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા અને તેની પાછળનું કારણ જાણવા સતત ઉત્સુક રહીએ છીએ.

સુર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન 23.5 ડીગ્રીની ધરી જોક સાથે પરિભ્રમણ કરે છે., તેથી જ આપણને ઋતુઓ અનુભવાય છે. આનો અર્થ એ પણ છે કે સૂર્ય, તેના ઉચ્ચતમ તબક્કે દક્ષિણ વિષુવવૃત્ત (ઉત્તરાયણ)ની દિશામાં અને એક વર્ષમાં ફરી (દક્ષિણાયન) અમુક ચોક્કસ અંતરે 23.5(ઉત્તરાયન) અને -23.5(દક્ષિણાયન) ડિગ્રી અક્ષાંશ વચ્ચેના બે અયન બિંદુઓ એ સમપ્રકાશીય હોય છે. આથી વર્ષ માં બે વખત અમુક સેકન્ડ્‌સ માટે પડછાયો ગાયબ થઇ જાય છે.

ભાવનગરમાં આ ઘટના બીજી વખત આજરોજ 12:47 કલાકે માણી પડછાયો ગાયબ થયો હતો, હાલની પરિસ્થિતિમાં ઘરે રહીને પણ લોકો આ અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી વિશેષ માહિતી સાથે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા મંગળવારના રોજ સવારે 10:30 કલાકે વેબિનારનું આયોજન કર્યું હતું,

પ્રથમ વાર 30-4-2021 ના રોજ પડછાયો ગાયબ થવાની ખગોળીય ઘટના બની હતી તે આજે 13 જુલાઈ એ ફરી એક વખત અમુક સેકન્ડ માટે પડછાયો ગાયબ થયો હતો, આમ વર્ષમાં બીજી વખત 13 મી જુલાઈ બપોરે 12:47 કલાકે વર્ષમાં બીજી વખત પડછાયો ગાયબ થવાની ઘટના બનાવ પામી હતી,

લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદભાઈ જોષી દ્વારા પડછાયો ગાયબ થવાની વિશેષ ઘટના સાથે જોડાયેલ વૈજ્ઞાનિક તથ્યો પર વિશેષ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...