ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં માલ ખરીદનાર બોગસ બિલિંગ અથવા અન્ય ગેરરીતિઓ આચરે અને પકડાય તો તેનો જીએસટી નંબર રદ્દ કરવામાં આવે છે ઉપરાંત તેઓએ જેની પાસેથી માલ ખરીદ્યો હોય તેના પણ નંબર રદ્દ કરવાની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી હતી, તેના પર કોર્ટે બ્રેક મારી છે.બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ જેવા કરચોરીના માધ્યમો દ્વારા માલ વેચનાર ગેરરીતિઓ આચરે છે તો આવા વેપારીઓએ જેની પાસેથી માલ ખરીદ્યો હોય છે તેના નંબર પણ રદ્દ કરવામાં આવી રહ્યા હતા.
જીએસટી રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવતા હતા, બાદમાં રીવોકેશનની અરજી ફાઇલ કરવામાં આવતી હતી, અને રીવોકેશન પણ રદ્દ કરવામાં આવે તો અપીલ કરવાની જોગવાઇઓ છે. માલ વેચનાર વેપારીઓએ કરેલી કરચોરીને કારણે તેઓનો જીએસટી નંબર રદ્દ કરવાની કાર્યવાહી જીઅેસટી તંત્ર દ્વારા કરવામાં આવે છે, અને સાથોસાથ આવા વેપારીઓએ જેની પાસેથી માલ ખરીદ્યો હોય છે તેના નંબરો પણ રદ્દ કરવા માટેની નોટિસો પાઠવવામાં આવતા તેઓના દ્વારા કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.કોર્ટે ટાંક્યુ હતુકે, જીએસટી તંત્રે સાબિત કરવું પડશે કે માલ વેચનાર અને ખરીદનાર બંનેએ ભેગા મળીને કરચોરી કરી છે, અન્યથા એકના કારણે બીજાને દંડી શકાય નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.