તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજ ફેંસલા હો જાયેગા:ઇલેકશન માટે આજે ખુલશે પ્રજાએ કરેલું સિલેકશન

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરના 6 વોર્ડમાં 50 ટકાથી વધુ મતદાન થયું
 • 13 વોર્ડની 52 બેઠકો માટે 2,59,659 મતદારોએ ઇવીએમથી કરેલા મતદાનનો આજે જાહેર થશે નિર્ણય

ભાવનગર શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગઇ કાલે મતદાન થઇ ગયા બાદ હવે આવતી કાલ તા.23 ફેબ્રુઆરીને મંગળવારે શહેરમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે મત ગણતરી સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવશે. આ માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કોલેજમાં જુદા જુદા બે બિલ્ડિંગમાં વોર્ડ વાઇઝ કુલ 4 સ્ટ્રોંગ રૂમ તથા 4 મત ગણતરી કેન્દ્ર ની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં કુલ 13 વોર્ડના 52 કોર્પોરેટરો પસંદ કરવા માટે ગઇ કાલે મતદાન યોજાયું હતુ જેમાં એકંદરે 49.47 ટકા મતદાન થયું હતુ. ગઇ કાલે થયેલા મતદનમાં શહેરના 6 વોર્ડમાં 50 ટકાથી વધુ મતદાન થયું છે. જેમાં કચરલીયા પરા વોર્ડમાં સૌથી વધારે 57.09 ટકા મતદાન થયું હતુ જ્યારે ઘોઘા સર્કલ વોર્ડમાં 54.08 ટકા, બોરતળાવ વોર્ડમાં 53.19 ટકા, ઉત્તર કૃષ્ણનગર-રૂવામાં 52.70 ટકા, વડવા-બ વરો્ડમાં 51.88 ટકા તેમજ કુંભારવાડા વોર્ડમાં 51.74 ટકા મતદાન થયું હતુ. બાકી વધેલા વોર્ડમાં 40થી 50 ટકાની અંદર મતદાન નોંધાયું છે. હવે આવતી કાલ તા.23 ફેબ્રુઆરીને મંગળવારે સાંજ સુધીમાં કોૈન કિતને પાની મેનો ફેંસલો જાહેર થઇ જશે.

તમામ 52 બેઠકો પર કમળ ખીલશે : ભાજપ પ્રમુખ
ભાજપના શહેર પ્રમખ રાજીવ પંડ્યાએ ભાવનગરમાં તમામ 52 બેઠકો પર કમળ ખિલશે તેવો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું હતુ કે ભાવનગરમાં છેલ્લાં 25 વર્ષમાં કરેલા વિવિધલક્ષી વિકાસના કાર્યો, કાર્યકરોની સતત જહેમત, પેઇજ કમિટિનું માઇક્રો પ્લાનિંગ તેમજ કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીના સુસાશનથી અમે ક્લિન સ્વીપ કરવાના છીએ. ફ્લાયઓવર, કનેક્ટિવીટી, ટ્રાફિક નિયમન, ફાયર સેફ્ટી, મિશન પ્રકૃતિપ્રેમ જેવી અનેક વિકાસ લક્ષી યોજનાઓ આગામી ભવિષ્યમાં હાથ ધરીને ભાવનગરની વિકાસકૂચ કરવાના છીએ. અમે 5 જ વર્ષના શાસનમાં કાળીયાબીડનો પ્રશ્ન હલ કર્યો છે., અકવાડા, ગંગાજળીયા તળાવ તેમજ બોરતળાવમાં કૈલાસ વાટિકાનો વિકાસ કર્યો છે, ગૌરવ પરને સિક્સ લેન બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. ડ્રેનેજ નેટવર્ક ચાલી રહ્યું છે, જોગર્સ પાર્ક બનાવી નવું ભાવનગર વિકસાવ્યું છે.

અમે 35 બેઠકો પર પંજો લહેરાવશું : કોંગ્રેસ પ્રમુખ
કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતુ કે 25 વર્ષના શાસન છતાં ભાજપે કાંઇ નવું વિકાસકાર્ય કર્યું નથી. એકના એક કાર્યને નવું નામ આપી શરુ કરાવે છે પણ પૂર્ણ થતું નથી જેમ કે કંસારા પ્રોજેક્ટ. વળી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોએ માજા મૂકી છે તેમજ શહેરમાં રોડ હોય કે ડીવાઇડર તે એકના એક વર્ષમાં બબ્બે ત્રણ-ત્રણ વખત નવા બનાવામાં આવે છે જે પ્રજાના પૈસાનો વેડફાટ અને શાસકનો ભ્રષ્ટાચાર છે. અમે લોકોના પ્રશ્નોને વાચા આપી છે તેનો ઇવીએમમાં પડઘો પડશે. અમે જો શાસનમાં આવશું તો નવા ભળેલા 6 ગામો જે હજુ વિકાસથી વંચિત છે ત્યાં મહાપાલિકાના વેરાને બદલે જૂનો પંચાયતનો વેરો લેશુ. પ્રજાનો જે રોષ છે તેનો પડઘો પડવાનો હોય પંજો 35 બેઠકો પર લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો