તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ડિસેમ્બરનું બીજુ સપ્તાહ શરૂ થશે છતાં શીતલહેર પ્રસરી નથી

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ દિવસ બાદ ઠંડી વધી શકે

આજથી શિયાળાના મુખ્ય ગણાતા ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે બપોરે તાપમાન વધીને 32.3 ડિગ્રીએ આંબતા શહેરમાં પંખા ફરતા જોવા મળ્યા હતા. જ્યારે રાત્રે પણ લઘુત્તમ ઉષ્ણતામાન 17.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ગોહિલવાડ પંથકમાં હજી કડકડતી ઠંડીનો માહોલ શરૂ થયો નથી. જો કે હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થયા બાદ ઉત્તરના પવન ભાવનગર તરફ આવી પહોંચતા ત્રણેક દિવસ બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે.

આજે લઘુત્તમ તાપમાનમાં 17.6 ડિગ્રી રહેતા હજી ઠંડીની તીવ્રતામાં કોઇ વધારો અનુભવાયો નથી. શહેરનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી રહ્યું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો.હવામાં ભેજનું પ્રમાણ 39 ટકા નોંધાયું હતુ. ઉત્તર દિશાથી 6 કિમીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડાની સિસ્ટમને લઇ મધ્યભારત પર એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન બનતા ગત અઠવાડિયે જોઇએ એવી ઠંડી પડી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો