તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભારંભ:આજથી બી.એડ.માં પ્રવેશના બીજા તબક્કાનો આરંભ થશે

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેશર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે
  • સ્વનિર્ભર કોલેજોમાં તા. 2થી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન સ્વનિર્ભર બી.એડ./બીએડ(એચઆઇ) કોલેજો ખાતે બી.એડ./ બીએડ (એચઆઇ) કોર્સના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશની પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે બીજા તબક્કાની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા તા.2 સપ્ટેમ્બરથી તા.6 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જેમાં અગાઉ ઓનલાઇન ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેવા કિસ્સામાં ઓનલાઇન ફોર્મ પણ ભરી શકાશે. પ્રથમ તબક્કામાં ઓનલાઇન ફોર્મ ભર્યા હોય અને જરૂરી સુધારા કરવાના બાકી રહી ગયા હોય તેવા કિસ્સામાં એડિટ વિકલ્પ પસંદ કરીને ઓનલાઇન ફોર્મમાં જરૂરી સુધારા કરી શકાશે.

સેમેસ્ટર-6નું પરિણામ આવી ગયું હોય ફ્રેશર વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. પ્રવેશ ઇચ્છુક તમામ વિદ્યાર્થીઓએ યુનિ.ની વેબસાઇટ પર ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને કોલેજનો સંપર્ક કરવાનો રહેશે. પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકા (બૂકલેટ) તથા આયોજન યુનિ.ની વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે જેની નોંધ લેવા કુલસચિવે જણાવ્યું છે. 9 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ મેરિટ અને તા.11 સપ્ટેમ્બરે યુનિ. ફાઇનલ મેરિટ તૈયાર કરીને કોલેજને આપશે. 13મીએ દરેક કોલેજ પ્રથમ મેરિટ તૈયાર કરશે અને 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન પ્રવેશ કન્ફર્મ કરીને ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...