કોરોના રસીકરણ:શહેરમાં દ્વિતિય ડોઝનું રસીકરણ 42 ટકાએ પહોંચ્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં કોરોનાનું રસીકરણ જોર શોરથી ચાલી રહ્યું છે. હાલમાં શહેરમાં રસીકરણ નો ટાર્ગેટ પૂરો થવાને આડે ફક્ત 68 હજાર લોકો બાકી રહી ગયા છે. જ્યારે દ્વિતીય ડોઝ માટે 2 લાખ 53 હજાર વ્યક્તિઓ બાકી રહેલા છે. હાલમાં ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત નાં આરોગ્ય વિભાગ દ્વારા નવરાત્રી પહેલાં વધુમાં વધુ લોકોનું રસીકરણ કરી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરમાં રસીકરણ પ્રથમ ડોઝ માં 84 ટકા એ અને દ્વિતીય ડોઝ માં 42 ટકાએ પહોંચી ગયું છે.

ભાવનગર શહેરમાં કુલ 4 લાખ 43 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે. જેમાંથી 45 વરસથી વધુ વયના 1 લાખ 42 હજાર લોકો પ્રથમ ડોઝ અને 1 લાખ જેટલા લોકો દ્વિતીય ડોઝ પણ લઈ ચૂક્યા છે. જ્યારે 18 થી 44 વર્ષ નાં લોકોમાં 1 લાખ 89 હજાર વ્યક્તિઓ પ્રથમ ડોઝ અને 53 હજાર વ્યક્તિઓ દ્વિતીય ડોઝ લઈ ચૂકી છે. હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર નું રસીકરણ તો ટાર્ગેટ કરતા વધારે પ્રમાણમાં થઈ ચૂક્યું છે. ત્યારે નવરાત્રી અને ત્યારબાદ આવતા દિવાળી નાં તહેવારો માં લોકો સુરક્ષિત અનુભવશે.

ફ્લૂ અને કોરોનાની રસી એક દિવસે લઈ શકાય
સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તથા અમેરિકન એસોસિયેશન ઓફ પિડીયાટ્રિક્સ દ્વારા કોરોના અને ફ્લૂ બંને ની રસી એક દિવસે લઈ શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં પણ હવે ટૂંક સમયમાં આ પ્રકારની જાહેરાત થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...