તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:ઉનાળાનો આકરો તડકો તાપમાન 39.5 ડિગ્રી થયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુત્તમ ઉષ્ણતામાન 20.6 ડિગ્રી નોંધાયું
  • 5 દિવસમાં તાપમાનમાં 3.7 ડિગ્રી વધ્યું

ભાવનગર શહેરમાં ઉનાળાના વાયવ્ય દિશાના પવન ફૂંકાવાનો આરંભ થતા અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા શહેરમાં બપોર મહત્તમ તાપમાન વધીને 39.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળાની આકરી ગરમીનો આરંભ થઇ ગયો છે. છેલ્લાં પાંચ દિવસમાં શહેરના મહત્તમ તાપમાનમાં પોણા ચાર ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી વધીને આજે 39.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જતા આખો બપોર ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થયો હતો. જો કે રાત્રિનું લઘુત્તમ ઉષ્ણતામાન ગઇ કાલની જેમ આજે પણ 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડે યથાવત રહ્યું હતુ. શહેરમાં ખાસ તો બપોર પવનની ઝડપ 12 કિલોમીટર રહી હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 12 ટકા નોંધાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો