તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ડોર ટુ ડોરની એજન્સીને 2.74 લાખની પેનલ્ટી માફ અંગે શાસકો નિર્ણય કરશે

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીઝના હેતુફેર, મલ્ટી લેવલ પાર્કિંગની ફી સહિતની થશે ચર્ચા

ડોર ટુ ડોર ઘન કચરો એકત્રિત કરતી એજન્સીએ ટેન્ડરની શરત મુજબ જીપીએસની હાર્ડકોપી રજૂ નહીં કરતા એક એજન્સીને તો અગાઉ રૂ.30.84 લાખની પેનલ્ટીની રકમ પરત આપવામાં આવી હતી. હવે બીજી એજન્સી પણ એ જ રસ્તે માગણી કરતા તેને પણ રૂ.2.74 લાખની કપાત કરેલી પેનલ્ટીની રકમ પરત આપવા અ‍ાગામી તા.14મી ના રોજ મળનારી બંધ સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પેનલ્ટી માફ કરી રકમ પરત કરવાનું કાર્ય તો હવે આવ્યું પરંતુ એજન્સીની ક્ષતિ તો પાંચ વર્ષ પૂર્વે થઇ હતી.

ભાવનગરમાં એપ્રિલ 2016 થી ડોર ટુ ડોર ઘન કચરો એકત્રિત કરવાની એજન્સીને શરત મુજબ કામ ન કરતા પેનલ્ટી લગાડવામાં આવી હતી. એજન્સીને GPSની ક્ષતિ પોતાની નહીં હોવાથી શહેરના 12 વોર્ડમાં કામ કરતી ઓમ સ્વચ્છતા કોર્પોરેશને પેનલ્ટીની કપાત થયેલી રકમની માગણી કરતા મે 2018માં રૂ.30.84 લાખની પેનલ્ટીની રકમ પરત પણ અાપી દીધી. હવે એક વોર્ડનું કામ કરતી જયદિપસિંહ કે.ગોહિલની એજન્સીએ પણ GPS ની રૂ.2.74 લાખની પેનલ્ટીની રકમ પરત કરવા માગણી કરી છે. જેને રકમ પરત આપવા આગામી સ્ટેન્ડીંગ નિર્ણય કરશે.

પરંતુ એપ્રિલ થી જુલાઇ 2016 ની કપાત થયેલી GPS ની પેનલ્ટી 5 વર્ષ બાદ માફ કરી પરત આપવાની તંત્રની દરખાસ્ત અને શાસકોને પણ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં રસ હોય તેમ મંજૂરી માટે આવ્યું છે. તદુપરાંત લીઝ પ્લોટના હેતુફેર, રોડ ડિવાઈડરમાં વૃક્ષો વાવવા પાંચ વર્ષ માટે દત્તક આપવા, બોર તળાવ કૈલાસ વાટીકામાં પ્રવેશ ફી માટે એજન્સીનું ભાડુ નક્કી કરવા, ગંગાજળિયા તળાવ મલ્ટી લેવલ પાર્કિંગમાં લાયસન્સ ફી વસૂલ કરવા સહિતના 18 કાર્યોની ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...